

સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના ભદ્રેસર ગામે ધારાસભ્યશ્રી રમણલાલ વોરા અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશા પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ‘ધરતી કરે પુકાર’ નાટિકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ સાથે આ ગામોમાં આધાર નોંધણી અને અપડેશનની કામગીરી માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા.જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સાફલ્ય ગાથા વર્ણવી સરકારની યોજનાઓ દ્વારા તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની પ્રેરણાત્મક વાત રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાન્તિભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, ઇડર પ્રાંત અધિકારીશ્રી તેજસભાઈ ચૌધરી, મામલતદારશ્રી વી આર જોશી , તાલુકા વિકાસ અધિકારીશ્રી અમીબેન,સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
.રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર