તલોદ તાલુકાના ફોજીવાડા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના ફોજીવાડા ખાતે ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઇ હતી. દેશના છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામે ગામ ફરી રહી છે. આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.તેમજ યોજનાકીય લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. આ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *