ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું હર્ષોલ્લાસભેર સ્વાગત

વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામ- ગામથી જન- જન જોડાઇ રહ્યા છે. આ યાત્રા અન્વયે ગાંધીનગર જિલ્લામાં સરકારની વિવિધ જનસુખાકારી યોજનાઓને તમામ નાગરિકો સુઘી પહોંચાડવામાં આવી રહી છે. આજે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામ ખાતે સંકલ્પ યાત્રા રથનું ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં ભાઇબીજના પાવન પર્વથી આધશક્તિ મા અંબાના ઘામ અંબાજી નજીકના ચીખલા ખાતેથી કરવામાં આવ્યું હતું. છેવાડાના માનવીને પણ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે અને યોજનાઓથી વાકેફ બને તેવા ઉમદા ભાવ સાથે આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રા થકી સરકાર આપના ગામમાં આવી છે. સરકારના કર્મનિષ્ઠ કર્મયોગીઓ ગામે ગામના સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી રહ્યા છે. તેની સાથે આ યાત્રાથી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ બની રહ્યા છે. તેમણે વિવિધ સરકારી યોજનાઓથી લાભાર્થીઓના જીવનમાં કેવો સુર્વણ પ્રકાશ પથરાયો છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. તેમણે આયુષ્માન ભારત યોજના, પ્રઘાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રઘાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી વિવિધ યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ગામના ભણેલા નવ યુવાનોને સરકારની જનકલ્યાણકારી યોજનાના લાભ અંગે ગામના નાગરિકોને જણાવી આંગળી ચિંન્ધાનું પૂણ્ય કમવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે સર્વે નાગરિકોને વિકસિત ભારત બનાવવા પોતાનું યોગદાન આપવા પણ આહૂવાન કર્યું હતું. આ પ્રસંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત ગામના સૂર્યાબેન જગદીશભાઇ પટેલે આયુષ્યમાન કાર્ડ, રમેશભાઇ બળદેવજી પટેલે સોઇલ હેલ્થકાર્ડ, નારાયણભાઇ પ્રતાપજી બારોટે કિસાન સન્માન નિધિ યોજના, ભીખાભાઇ કનુભાઇ પટેલે પ્રાકૃતિક ખેતી અને સ્વ સહાયજૂથના નયનાબેને શાહે પોતાને સરકારી યોજનાઓથી કેવા લાભ થયા છે, તેની વાત તેમના સ્વમુખે ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે વિવિધ સ્પર્ઘામાં વિજેતા બનેલા ગામની શાળાના વિઘાર્થીઓનું મહાનુભાવાનો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઘારાસભ્યશ્રીના હસ્તે ગામના સરપંચશ્રીને જલ જીવન અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ ટી.બી.ના દર્દીઓને પોષણ કિટૂસ અને તદુંરસ્ત બાળ સ્પર્ધામાં વિજેતા હેમવી નામની દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રોનથી દવા છંટકાવનું ડેમોસ્ટ્રેશન ગ્રામજનો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આત્મનિર્ભર- વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીઘી હતી. મહાનુભાવોએ વિવિધ યોજનાઓના સ્ટોલની મુલાકાત લીઘી હતી. આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી વિલાસબેન ચાવડા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ભરતસિંહ ઠાકોર, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી હરેશભાઇ ચૌઘરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુદિપકુમાર શાહ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *