ખો ખોમાં સ્પર્ધામાં સમગ્ર ભારતમાં ગુજરાત દ્વિતીય નંબરે વિજેતા

તાજેતર માં અંડર 17 ખો ખો રમત સ્કૂલ ગેમ્સ રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધા મહારાષ્ટ્રના નાસિક મુકામે યોજાયેલ આ સ્પર્ધામાં ભારતભરની 29 રાજ્ય ની ટીમ ના 500 થી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો જેમા ગુજરાતની ખો ખો ની ટીમે બીજો ક્રમ પ્રાપ્ત કરી ગુજરાતનું ગોરવ વધાર્યું છે. અરવલ્લી માટે ગર્વની વાત એ છે કે ગુજરાતની ટીમમાં અરવલ્લી જિલ્લાના આકરૂન્દ તાલુકાની પી કે ફણશે વિધાલયના ખેલાડી વિનોદ બામણીયા પણ સામેલ છે માટે આ ખેલાડીની સિદ્ધિ બદલ ખેલાડી અને કોચ પંકજ કટારાને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર જિલ્લા રમત ગમત અધિકારી પ્રકાશ ક્લાસવા અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *