
શૈશવ રાવ. નર્મદા
‘ધરતી કરે પુકાર’ થીમ આધારિત નુક્કડ નાટક થકી બાળકોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને પ્રેરક સંદેશો આપ્યો

રાજપીપલા, શુક્રવાર :- તરોપાના ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉષ્માભેર સ્વાગત કરીને સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાકીય ફિલ્મ રથમાં મૂકેલી એલ.ઈ.ડી. નિહાળી હતી. અને ભારતને વિકસિત બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુ કે, છેવાડાના માનવીના વિકાસ અને કલ્યાણ માટે છે.સરકારની પ્રત્યેક યોજનાઓ બહુમૂલ્ય છે, જેનો લાભ લઈને પ્રત્યેક નાગરિક પોતાના જીવનશૈલીમાં વ્યક્તિગત બદલાવ લાવી શકે છે.
આ વેળાએ શ્રી રાજસિંહ એન. દીક્ષિત હાઈસ્કૂલ તરોપાના વિદ્યાર્થીઓએ ‘ધરકી કરે પુકાર’ થીમ આધારિત નુક્કડ નાટક પ્રસ્તૂત કરીને ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિને અપનાવવા પ્રેરક સંદેશો આપ્યો હતો. યોજનાના લાભાર્થીઓએ પણ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ તેમને મળેલા લાભો વિશે પોતાની સફળવાર્તાને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી યોજનાનો લાભ રહી ગયેલા લોકોને લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સુશ્રી એ.જે.ચૌધરીના હસ્તે વહિવટદારશ્રી ધર્મેન્દ્રસિંહ સિસોદિયાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કર્યુ હતુ. ઉપરાંત યોજનાકીય લાભાર્થીઓને પણ સહાય વિતરણ કરાઈ હતી.
આ પ્રસંગે એટીડીઓશ્રી ધનવીરજી, શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ વસાવા, સંબંધિત વિભાગના કર્મયોગીઓ, શાળાના બાળકો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.