સાબરકાંઠા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ(દિશા)ની બેઠક યોજાઇ

સાબરકાંઠા  ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

    આ બેઠકમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તે માટે સંબંધિત વિભાગે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તેમજ  સરકાર દ્વારા વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ નો ઉપયોગ સબંધિત હેતુ માટે થાય તે જરૂરી છે.

   દિશાની બેઠકમાં ગટરના પ્રશ્નો,પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જનની શિશુ સુરક્ષા યોજના,સરવે કામગીરી, આંગણવાડીના મકાન અંગે,પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન,મધ્યાહન ભોજન,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, નળ સે જળ યોજના સહિત વિવિધ વિભાગોની યોજના ની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને થયેલા લાભ અને બાકી રહેતા લોકોને ઝડપથી લાભ મળે તે દિશામાં કામગીરી કરવા અધિકારીને અનુરોધ કર્યો હતો.

  આ   બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા ગ્રામ  વિકાસ એજન્સી  નિયામકશ્રી  પાટીદાર,સહિત વિવિધ પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *