


સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી રહી છે.
સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતના ૭૩૬ કેન્દ્રો પરથી ૭૮૬૪૭ છાત્રો પરીક્ષા આપી.આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે.સંપૂર્ણ ભારતમાં જે જે સંસ્કૃતની પરીક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા નોંધાયેલી હોય તો તે આ પરીક્ષામાં છે. આપણા તાપી જિલ્લા માંથી પણ લગભગ ૩૦૦૦ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા મા ભાગ લીધેલ છે. તા.૦૯ ને શનિવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે ૦૧ થી ૦૨ પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા યોજાય, આ પરીક્ષા પૂર્વે કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરેલ હતું.છાત્રોના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખુબ સારી તૈયારી કરી શકે તેવું આયોજન કરેલ છે.સંસ્કૃત ગૌરવ પરીક્ષા માં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે.સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ આ પરીક્ષા આપનાર દરેક છાત્રોને અભિનંદન પાઠવે છે. તથા તાપી જિલ્લા ના સંસ્કૃત પ્રેમી શિક્ષકો ના અથાગ પ્રયત્નો થકી આટલી મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે.તે સિદ્ધિ પણ ઐતિહાસિક છે જે પ્રશંસનીય કામગીરી દર્શાવે છે. તાપી જિલ્લા ના બધા સંસ્કૃત પ્રેમી શિક્ષકો ને સંસ્કૃત સેવા બદ્દલ સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત ખૂબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે. આપણા તાપી જિલ્લામાં પણ 19 જેટલા કેન્દ્ર પર 3000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષા ને સફળ બનાવવા માટે તાપી જિલ્લાના બધા જ સંસ્કૃત પ્રેમી શિક્ષકોએ અમૂલ્ય સેવા આપી એ બદલ સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંત તથા સંસ્કૃત ભારતી જિલ્લા સંયોજક શ્રી જિજ્ઞાસાબેન પટેલ તથા શ્રી રાહુલભાઈ જોષી (ગુજરાત પ્રાંત સંસ્કૃત ગૌરવ પરીક્ષા સમિતિ સંયોજક) તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવે છે.
રાકેશ વાળા તાપી ચીફ,