માંડવીના તસવીરકાર સતીશ શનિશ્વરાએ બનાવ્યું 2021નું અનોખું કેલેન્ડર..

ઐતિહાસિક બંદરીય શહેર ના વિવિધ સ્થળોની તસવીરો પોતાના કેમેરા માં ક્લીક કરી કેલેન્ડર માં મુકી…

ઐતિહાસિક માંડવી બંદર એક લોકપ્રિય પર્યટક શહેર છે. દરિયા કિનારા સહિતના શહેરના જુદા-જુદા સ્થળો મનને મોહી લે તેવા છે. તેવામાં માંડવીના તસવીરકારે આ સ્થળોને કેન્દ્રમાં રાખીને એક કેલેન્ડર બનાવ્યુ છે. તસવીર કાર સતીશ શનિશ્વરાએ માંડવીને કેન્દ્રમાં રાખીને 2021ના વર્ષનુ કેલેન્ડર બનાવ્યું છે. જેને વિશ્વ ભર માંથી લોકો એ આ કેલેન્ડર ને આવકર્યો છે.
આ કેલેન્ડરમાં માંડવી વિન્ડફાર્મ બીચ, રૂકમાવતી નદી પરનો શહેરનો પ્રવેશ દ્વાર, દીવાદાંડી, સીગલ પક્ષીઓ, વહાણોના બાંધકામ, લાલ બંગલો, લક્ષ્મીનારાયણ મંદિર, કુંભારી કામ, ટોપણસર તળાવની તસવીરોને સમાવી લેવામાં આવી છે

.કમલમ દૈનિક,અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *