માણસા તાલુકાના આમજા, ગુલાબપુરા, ધમેડામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

આમજા”વિકસિત ભારત સંકલ્પ યાત્રા

“વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સરકારની ૧૭ યોજનાઑનાં ધર આંગણે સીધા લાભથી લાભાન્વિત થઇ રહ્યા છે” :માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ

ગુલાબપુરા”વિકસિત ભારત સંકલ્પ યાત્રા

દરેક નાગરીક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાથી માહિતગાર બને અને યોજનાઓના લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય હેતુથી કાર્યરત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ માણસા તાલુકાના આમજા, ગુલાબપુરા, ધમેડામા ગામમાં માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સૌના સાથ અને સરકારની ગામે ગામે યાત્રા મારફતે સરકારની યોજનાના લાભો મળી રહ્યા છે.

ધમેડા”વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આ યોજનાથી સત્તર જેટલી યોજના જેવી કે વિધવા પેન્શન, મુદ્રા, આયુષ્યમાન કાર્ડ, કિશાન વિશ્વકર્મા, પી.એમ. સ્વનિધિ સહિતની યોજનાનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો લાભાન્વિત થઇ રહ્યા છે. માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલએ જણાવ્યું હતું કે, ગામમાં જ ગામના લોકોને યાત્રાનાં રથ દ્વારા આપવા માટે આ યાત્રા શરૂ કરાઇ છે. જેથી ગામડાના – છેવાડાના લોકો સરકારી યોજનાનો લાભ મેળવી શકે. માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આ યાત્રામાં વધુને વધુ લોકો જાેડાઈને સરકારની દરેક યોજનાઓનો લાભ લેવો જાેઇએ. માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લઇ અને બીજાને પણ આ યાત્રાનો લાભ લેવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમા બાળાઓએ કુમકુમથી ટિલક કરી કર્યું હતું. આ તકે સરકારના વિવિધ વિભાગ જેવા કે ખેતીવાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઇ.સી.ડી.એસ, આરોગ્ય શાખાના વિવિધ યોજનાના સ્ટોલ પ્રદર્શિત કરાયા હતા. આ તકે વડાપ્રધાનશ્રીનાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સંદેશ રજૂ થયો હતો. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ ચૂકેલા લાભાર્થીઓએ સાફલ્ય ગાથાઑ રજૂ કરી હતી. આ પ્રસંગે લાભાર્થીશ્રીઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સૌએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લેવા સાથે મળી સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *