સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-વઘઈ ખાતે તાલુકા કક્ષાના ‘યુવા મતદાર મહોત્સવ’ની ઉજવણી કરાઇ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 15 : ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ‘યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩’ની ઉજવણી કરવામાં આવી હતી.

ચુંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ ઉજવણીના ભાગરૂપે “આવો ચુંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ” થીમ પર શાળાઓમા ઉજવણી કરવામા આવી હતી. જેમાં સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન કરી સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા શાળાના આચાર્ય શ્રી કેતનભાઈ ગવળીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો શ્રીમતી કે.વાય.સોલંકી તથા શ્રી જી.એન.પટેલ દ્વારા ચિત્ર, અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં શાળાનાં નોંધપાત્ર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી ભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઉપરાંત ‘યુવા મતદાર જાગૃતિ’ અંતર્ગત સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયા કઇ રીતે થાય તેની સમજ આપવામાં આવી હતી. પ્રિસાઈડીંગ ઓફિસર, આસી. પ્રિસાઈડીંગ ઓફિસર તેમજ પોલીંગ ઓફિસરની ચુંટણી દરમ્યાન કઇ કઇ ફરજો હોય છે, તેની સમજ આપવામાં આવી હતી. ૧૮ વર્ષની ઉંમર થાય એટલે ગામના વોટીંગ કાર્ડ બનાવવાની સુચના આપવામાં આવી હતી.દરેક મતદાર કોઈ પણ લાલચ લોભથી મુક્ત રહી એક જાગૃત મતદાર બની, આદર્શ ભારતનું નિર્માણ થાય એવી આશા સાથે સંપૂર્ણ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને ગ્રીનબોર્ડ ઉપર સહી કરાવવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *