
આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 52માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં ઉપસ્થિત રહી અધિવેશનની ઝળહળતી સફળતા માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી.
આ કાર્યક્રમમાં સૌ શિક્ષકમિત્રો દ્વારા તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સતત ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં જયારે ગુજરાતના શિક્ષણને અગ્રહરોળ માં લઇ જવા માટે સૌ શિક્ષકમિત્રો ભેગા થઈને મનન-ચિંતન કરવાના છે ત્યારે તેઓ તેમાં સંપૂર્ણપણે સફળ થશે તેવો તેમને દ્રઢ વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ શિક્ષકમિત્રો સાથે વાર્તાલાપ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું અને તેમનું સન્માન કરવા બદલ પુનઃ આભાર વ્યક્ત કર્યો.
ત્યારે આ પ્રસંગે સાથે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા,આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી જયપ્રકાશ ભાઈ પટેલ,મહીસાગર જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, સહીત આચાર્ય સંઘના મહામંત્રી શ્રીઓ, સંતો મહંતો અધિકારી ગણ, તેમજ ખુબજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.