
વ્યારા વકીલ મંડળના ચુંટણી કમિશ્નર એડવોકેટ મયુર એમ. પંચાલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૪ના વ્યારા વકીલ મંડળના વિવિધ હોદ્દેદારો માટે તા.૨૨મી ડિસેમ્બર-૨૦૨૩ના રોજ થયેલ ચુંટણીમાં જુદા જુદા હોદ્દા માટે ઉમેદવારી નોંધાવેલી હતી જેમાંથી પ્રમુખપદના ઉમેદવાર એડવોકેટ મુકેશભાઈ ગમનભાઈ ચૌધરીને ૫૫ મત તથા એડવોકેટ ગણેશ ભગવાનદાસ ભોયને ૧૭ મત મળતા એડવોકેટ મુકેશભાઈ ગમનભાઈ ચૌધરી ૩૮ મતે વિજેતા જાહેર થયેલ છે. તથા ઉપપ્રમુખપદના ઉમેદવાર એડવોકેટ કુણાલ શિરીષ પ્રધાનને ૪૮ મત તથા એડવોકેટ કમલેશ વિનોદચંદ્ર ટેમકરને ર૨ મત મળતા એડવોકેટ કુણાલ શિરીષ પ્રધાન ૨૬ મતે વિજેતા જાહેર થયેલ છે. તથા મંત્રીપદના ઉમેદવાર ઍડવોકેટ ગુંજનકુમાર ધનસુખભાઈ ઢીમરને ૫૫ મત તથા એડવોક્રેટ પુર્વેશભાઈ ગૌતમભાઈ ચૌધરીને ૧૭ મત મળતા એડવોકેટ ગુંજનકુમાર ધનસુખભાઈ ઢીમર ૩૮ મતે વિજેતા જાહેર થયેલ છે. તેમજ અભિષેક સુમનભાઈ ચૌધરી સહમંત્રીપદ માટે તથા દિવ્યા એલ. ચૌધરી ખજાનચી પદ માટે તથા પ્રિતિકાબેન અનિલભાઈ ગામીત લાયબ્રેરીયન તરીકે બિનહરીફ ચુંટણાયેલા જાહેર થયેલ છે.