





સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વમાં, પ્રોવોસ્ટ શ્રી ડો.પ્રફુલકુમાર ઉદાણી ના માર્ગદર્શન હેઠળ અને ડાયરેક્ટર ટેકનિકલ અને કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. હેતલકુમાર શાહ ના સહયોગ થી સાંકળચંદ પટેલ યુનિવર્સિટિમાં વિસનગરના બ્રહ્મકુમારી સેંટર દ્વારા “give happiness a chance” ઉપર એક આધ્યાત્મિક વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બી. કે. ઉષા દીદી અને બી. કે. સરલા દીદી હજાર રહ્યા હતા. જેમાં તેમણે જીવન માં આનંદ નું શું મહત્વ છે તે સમજાવ્યું. જીવન ને શાંતિ થી જીવવા માટે આધ્યાત્મિકતા ને સાથે લઈને જીવન માં પ્રગતિ કેવી રીતે કરવી તેના વિષે સમજાવવામાં આવ્યું. જીવનમાં મોબાઈલ નો હકારાત્મક ઉપયોગ કેરી રીતે કરવો તે સમજવાવવામાં આવ્યું. બી કે ઉષા દીદી દ્વારા પોતાના અનુભવોથી આધ્યાત્મિક જ્ઞાનને કેવી રીતે જીવનમાં ઉતારી શકાય તેના વિષે માહિતી આપવામાં આવી અને યુનિવર્સિટીમાં મેડિટેસન કેન્દ્ર શરૂ કરવાની ભલામણ કરવામાં આવી જેને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તેના માટે સ્વીકૃતિ આપવામાં આવી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા બંને બ્રહ્મકુમારીમાંથી આવેલ મહેમાનો નો આભાર માનવામાં આવ્યો. તેમના દ્વારા પણ જીવનમાં આધ્યાત્મિક મહત્વ વિષે વાત કરવામાં આવી. આ કાર્યક્રમ માં ૧૦૦ થી પણ વધારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ને હાજરી આપી.