કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
તા.૨૯મી ડિસેમ્બરે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકાના વિવિધ ગામે યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા

કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને કરાશે લાભાન્વિત
તા.૨૮: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આજે તા.૨૯મી ડિસેમ્બરના રોજ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તાપી જિલ્લાના તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકાના વિવિધ ગામે યોજાશે.
જેમાં વ્યારા તાલુકાના વડકુઇ અને લીંબડદા ગ્રામ પંચાયત, સોનગઢ તાલુકાના ગાયસાવર, મેઢા, સાદડવેલ અને રાણીઆંબા ગ્રામ પંચાયતને આવરી લેતા રથના માધ્યમથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવાની સાથે સ્થળ પર જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.
આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સૌને જોડાવા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરજનતાને ખાસ અનુરોધ કરાયો છે.