હિન્દુસ્તાન સ્કાઉટસ એન્ડ ગાઈડસ, ડાંગ જિલ્લા દ્વારા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, આહવા, ડાંગ ખાતે કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આહવા ખાતે હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, ડાંગ દ્વારા વિદ્યાર્થીઓ નાં સર્વાંગીણ વિકાસ અને કારકિર્દી ને ધ્યાન માં રાખી સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ માટે જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો જેમાં ડાંગ નાં પૂર્વ કલેક્ટર શ્રી એસ. કે. નંદા સાહેબ ( નેશનલ ચેરમેન, હિન્દુસ્તાન સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, ભારત) એ ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી ડાંગ અને દેશ નાં હિત માં પેરા મિલીટ્રી ફોર્સ માં જોડાવાં માટે સમજ પૂરી પાડી હતી. અને ડાંગ ની વિશેષતાઓ બાબતે પણ યુવાનો ને અવગત કર્યા હતા. તેમજ ડાંગી ભાષા માં સૌનો આભાર માન્યો હતો.


ગુજરાત નાં સહમંત્રી શ્રી ધર્મેશભાઈ શાહ એ HSGA માં જોડાવા ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને આહવાન કર્યુ હતું તેમજ HSGA માં શિસ્ત, ઉપયોગિતા અને જરૂરિયાત માટે માહિતગાર કરી રસપ્રદ પધ્ધતિ વિશે જાણકારી આપી હતી.
આભાર વિધિ સુમનબેન દળવી એ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રધ્યુમન જરીવાલા (સેનેટ સભ્ય,VNSGU),
ગિરીશભાઈ મોદી (ચેરમેન, HSGA, ડાંગ), વિપુલ જરીવાલા (સહ મંત્રી,HSGA,સુરત),સુમનબેન દળવી(સંયોજક,ગાઈડ્સ વિભાગ,HSGA, ડાંગ) તથા કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ, વિભાગ અધ્યક્ષ શ્રી ઓ, તેમજ 229 વિદ્યાર્થીઓ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવાં કોલેજ નાં આચાર્ય શ્રી ગાંગૂર્ડે સાહેબ, દિલીપભાઈ ગાવીત સાહેબ અને સર્વ સ્ટાફ સભ્ય એ જહેમત ઉઠાવી સહયોગ કર્યૉ હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *