પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ,અમરોલી માં મેનેજમેન્ટ ઈવેન્ટ   “Zeal-2024” નું આયોજન

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ,અમરોલી માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ,સુરતની કોલેજને આવરી લેતી મેનેજમેન્ટ ઈવેન્ટ“Zeal-2024” અંતર્ગત ટેગ લાઇન  Explore your Limits નું આયોજન તા.૨૩-૦૧-૨૦૨૪ ના રોજ કરવા માં આવેલ હતુ. જેમાં ૮ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brainly bund-Quiz, Advertising Show, Trendy Temptation show, short Snap  cinema, Handicraft Event, Minute to Win and Financial Foresight  રાખવામાં આવી હતી.જેમાં કુલ ૩૫  થી વધુ કોલેજો માંથી ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ,સુરતના કુલપતીશ્રી ડો.કિશોરસિંહ ચાવડા,, જ્ઞાન ગંગા વિદ્યાલય ના પ્રમુખ તેમજ ઇવેન્ટના સ્પોન્સર એવા શ્રી નીતિનભાઈ ગોપાની,, “No Nepotism for Surat Boy” શ્રી ધ્રુવ ઈશ્વરભાઈ ધોળકિયા તેમજ જીવન જયોત ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી ભાનુંભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી ગીરધરગોપાલ મુન્દ્રાજી, મંત્રીશ્રી અશ્વીનભાઈ પટેલ, તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના સભ્યો એવા શ્રી સ્નેહલભાઈ શાહ, શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, જે ઝેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ  આચાર્યશ્રી ડો. રાજેશ રાણા તેમજ જીવન જ્યોત સંચાલિત શાળાના આચાર્યશ્રીઓ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડો.મુકેશભાઈ ગોયાણી, અને બીબીએ કો-ઓર્ડિનેટર ડો.સ્વાતી મહેતા ના માર્ગદર્શન હેઠળ  BBA સ્ટાફનાં સભ્યો દ્વારા સફળતા પુર્વક કરવામાં આવ્યું હતું.Zeal-2024 ઇવેન્ટ નો મુખ્ય હેતુ વિવિધ મેનેજમેન્ટ ગેમ્સ તેમજ સંચાલનના સિદ્ધાંતો પર આધારિત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરવા ની ક્ષમતા કેળવવા નો છે. અંતે વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક ભાગલેનાર સ્પર્ધકોને સર્ટીફિકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM