કિમ યુવા હિન્દુ સંગઠન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર સેવકનું સન્માન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ કીમ ના ખૂબ જુના કાર્યકર્તા મહેન્દ્રભાઈ ખીમાભાઈ પટેલનું અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન(વર્ષ 1992)માં કારસેવક તરીકે આપેલ બલિદાન બદલ 22 જાન્યુઆરીના રોજ હિન્દૂ યુવા સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું

 કીમ વિસ્તારમાંથી 3 કારસેવકો સ્વ.વીરેન્દ્રભાઈ પટેલ,સ્વ.રાજુભાઇ વાલનેર તેમજ શ્રી મહેન્દ્રભાઈ પેટલ કારસેવક તરીકે વર્ષ 1990માં રામજન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલનમાં કીમ થી અયોધ્યા ગયા હતા. સંઘર્ષકાળમાં લાખો રામ ભક્તોના બલિદાનો ના કારણે જ આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે.હિન્દૂ સમાજની આસ્થા તેમજ ભારતવર્ષના આદર્શ પ્રભુશ્રી રામ માટે સંઘર્ષ કરનાર પ્રત્યેક રામભક્તોનો આ સમાજ સદાય ઋણી રહેશે.સુરત વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી નિલેશભાઈ અખબારી દ્વારા મંચ પરથી પોતાના વક્તવ્યમાં રામ મંદિર નિર્માણમાં તમામ રામભક્તો ના બલિદાનોને યાદ કરી નવી પેઢીને તેમના બલિદાનનોને બિરદાવી સમરણ કરવાનું કહ્યું હતું.તેમના બલિદાનનોના કારણે જ આજે આ રામ મંદિર નિર્માણનું સપનું પૂરું કરી શક્યા છીએ જે હમેશા સ્મરણ રહે તેવી વાત મંચ પરથી રજુ કરવામાં આવી હતી
રિપોર્ટ ,મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *