
જામનગર (ભરત ભોગાયતા)
સરકારી નોકરીમાં ફરજ નિષ્ઠા એ આગવુ લક્ષણ છે જે અમુક કર્મચારી કે અધીકારી વિશીષ્ટ રીતે નિભાવે છે અને આવા વિરલાને સૌ વરસો સુધી વખાણે છે તેમાંય પંચાયત જેવા જટીલ ક્ષેત્રમાં ફરજ બજાવી કર્મયોગી તરીકે ઉભરી આવવુ અઘરૂ છે અને ક્લાર્કથી અધીકારી સુધીની સફરમાં દરેક આયામોને નવા દ્રષ્ટીકોણથી કર્મયોગ બનાવનાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકા વિકાસ અધીકારીની નિવૃતિનો ઉત્સવ યોજાયો હતો જે ખરેખર સ્તુત્ય છે

જામનગર જીલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જલકૃતિ મહેતા કે જેઓ રચનાત્મકતા લેખનમાં વણીને માહિતીસભર બનાવવાની આગવી ઢબ ધરાવે છે તેમને TDO મહેતા સાહેબના નિવૃતિ ઉત્સવ અંગે વધુમાં જણાવ્યુ છે કે કર્તવ્ય, કર્મનિષ્ઠ, પ્રમાણીક, તથા કર્મચારીઓના હિતેચ્છુ એવા લાલપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી, પંકજકુમાર મહેતા સાહેબશ્રીના ભવ્ય વિદાય કાર્યક્રમ લાલપુર તાલુકા પંચાયત પરિવાર દ્વારા યોજાયો જેમાં માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા ડેપ્યુટી ડી.ડી.ઓ સાહેબશ્રી, જિલ્લા પંચાયત સભ્યોશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યોશ્રીઓ, ઉપસ્થિત સરપંચશ્રીઓ, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ હાજરીમાં પંકજકુમાર મહેતા સાહેબશ્રીને આજે તા.૩૧/૦૧/૨૦૨૪ના રોજ વય નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો.

તેઓ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની છે તેઓએ પંચાયત વિભાગમાં જુનિયર ક્લાર્કથી પોતાની સફર શરૂ કરી જેમાં તેઓ નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી, એમ વિવિધ પદો ઉપર સેવા આપી ચુક્યા છે.
મહેતાસાહેબ હંમેશા કામના નિકાલ નહીં પરંતુ, ઉકેલની વૃત્તિમાં માનનાર મહેતા સાહેબશ્રી, પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્નોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલા તાલુકાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે.
માળખાકીય વિકાસના કામો સહિત અનેકવિધ વિશિષ્ટ અને પ્રજાલક્ષી કામોને કારણે લાલપુર તાલુકના નાગરિકો આજે પણ તેઓને અને તેમના કામોને યાદ કરે છે.