વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના કાની ગામના ગ્રામવાસીઓ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

રિપોર્ટ ,મયુર પટેલ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના કાની ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી જીનેશભાઈ ભાવસાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપનના અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ,પશુપાલન વિભાગ, જનસેવા કેન્દ્ર,આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રીશ્રી જીગરભાઈ નાયક, તાલુકા સભ્યશ્રી વૈશાલીબેન, TDOશ્રી પી.સી. મહાલા, જિલ્લા આરોગ્ય શાખાના મહેન્દ્રભાઈ પટેલ, THO મનોજભાઈ, ICDS આંકડા મદદનીશ,PHCના મેડિકલ ઓફિસર, ગામના વહીવટદારશ્રી, ગામના આગેવાનો, તલાટી-કમ-મંત્રીશ્રી, આંગણવાડી કાર્યકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી, ગ્રામ પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *