ડાંગ જિલ્લામાં બીજા તબક્કાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૮: વિકસિત ભારતના સંકલ્પ સાથે ડાંગના ડુંગરા ખુંદવા નીકળેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ નો પ્રારંભ, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભદરપાડા તથા આહવા તાલુકાના પિમ્પરી ખાતેથી કરાયો છે.

ભદરપાડા ગામે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત સહિતના પદાધિકારીઓ, અને સંકલ્પ યાત્રાના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના અધિકારીઓએ ‘સંકલ્પ યાત્રા-૨’ નો પ્રારંભ કરાવ્યો હતો.

જ્યારે આહવા તાલુકાના પિમ્પરી મુકામે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી હેતલબેન ચૌધરી સહિતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ સહિતના પ્રશાસનિક અધિકારીઓએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

દરમ્યાન ઉપસ્થિત પદાધિકારી, અધિકારી, અને મહાનુભાવોએ, ગ્રામજનોને વિકસિત ભારતનો સંકલ્પ લેવડાવી, વિવિધ યોજનાઓની જાણકારી આપી, યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. બાળકોએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા બાબતે જનજાગૃતિ કેળવી હતી. જિલ્લાના જુદા જુદા વિભાગો/કચેરીઓએ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *