પી.પી.સવાણી વિદ્યામંદિર, વ્યારા દ્વારા ધોરણ- 10 ના વિદ્યાર્થીઓની મોડલ ટેસ્ટ પરીક્ષા-2024 નું આયોજન કરવામાં આવ્યુ.

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

તારીખ 15/02/2024 થી તારીખ 17/02/2024 સુધી પી.પી. સવાણી વિદ્યામંદિરમાં ધોરણ-10 ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના શાળા તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓની “મોડલ ટેસ્ટ- 2024” નું આયોજન કરવામાં આવ્યું.

S.S.C બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર અને હાવ દૂર થાય અને બોર્ડની પરીક્ષા જેવો જ પ્રત્યક્ષ અનુભવ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. મોડેલ ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા તથા પરીક્ષાલક્ષી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી સ્મૃતિભેટ તરીકે પેનનું વિતરણ કરવામાં આવ્યું.

બોર્ડની પરીક્ષા જેમ જ દરેક વિદ્યાર્થીને હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, 01 પત્રક બોર્ડની પરીક્ષા જેવી જ ઉત્તરવહી-સમય સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવી,જે પી.પી. સવાણી વિદ્યામંદિર,વ્યારા ની આગવી ઓળખ છે.
શાળાના એમ.ડીશ્રી, તમામ ડિરેક્ટરશ્રી, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફમિત્રો એ ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીને સારું પરિણામ લાવવા માટે શુભ આશિષ પાઠવ્યા. સમગ્ર આયોજન વ્યવસ્થા અને સંકલન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *