” પ્રધાનમંત્રી આવાસ યોજના ” થકી અનેક ગરીબ પરિવારો પોતાના ઘરના ઘરમાં આનંદ

” પ્રધાનમંત્રી આવાસ યોજના ” થકી અનેક ગરીબ પરિવારો પોતાના ઘરના ઘરમાં આનંદ અને સંતોષકારક રીતે જીવન જીવી રહ્યા છે. તેમનો આ સંતોષ જ મોદી સરકારની સફળતા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે (વર્ચ્યુઅલ) સંપન્ન થયેલ ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં આવાસોના અર્પણ અને ઈ-લોકાર્પણ, ખાતમુહુર્ત કરી લાભાર્થીઓ સાથે સંવાદ-કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ કલોલ વિધાનસભા માં જાહેર જનતા લાભાર્થી અને કાર્યકર્તાઓ શ્રી તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં જોઈ શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલોલ વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિધાનસભામાં સમાવિષ્ટ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી તેમજ ચેક અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદાર શ્રીઓ, કાર્યકર્તા શ્રીઓ, લાભાર્થીઓ અને વિધાનસભામાં સમાવિષ્ટ તમામ ગામોમાંથી મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *