તાપી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક સંગોષ્ઠિ તેમજ નિવૃત્ત શિક્ષકો ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

તાપી જીલ્લા માઘ્યમિક શિક્ષક સંઘ તેમજ તાપી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી ના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક સંગોષ્ઠિ ” સંવાદ નો સેતુ” શિક્ષક કાર્યક્રમ નું આયોજન વ્યારા ની કે કે કદમ કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ના પ્રમુખપદે તાપી જિલ્લા શક્ષણાધિકારી ધારાબેન પટેલ,ઉદ્ઘાટક તરીકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન ઋષિ ગામીત, મુખ્ય વક્તા તરીકે ભુતપૂર્વ જિલ્લા શક્ષણાધિકારી તેમજ સાહિત્યકાર નૈષધ મકવાણા તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહીડા,જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા અને સુમુલ ડેરીના ડિરેક્ટર સિદ્ધાર્થ ચૌધરી, તાપી જિલ્લા કેળવણી નિરીક્ષક ગોવિંદ ગાંગોડા, ર ફ દાબુ કેળવણી મંડળ ના મંત્રી મહેશ શાહ ઉપસ્થિત રહ્યા હતાં.
તાપી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજય પટેલે સ્વાગત પ્રવચન મા સૌને આવકાર્યા હતાં. આ તબક્કે ગૂજરાત રાજ્ય માઘ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ એ શિક્ષકો ના પ્રશ્નો બાબતે અને તે અંગે સરકાર સાથે વાતો કરી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ના ચેરમેને ઋષિ ગામીતે પણ શિક્ષક સંઘ ની કામગીરી ને બિરદાવી કાર્યક્રમ ના આયોજન બદલ બિરદાવ્યા હતાં.જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલે શિક્ષકો ને કાર્યશીલ બની વિધાર્થીઓ ના ભાવિ ના ઘડવૈયા બનવા પર ભાર આપ્યો હતો તેમજ જિલ્લા ના શિક્ષકોની કામગીરી ને બિરદાવી હતી .
મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા નૈષધ મકવાણા એ શિક્ષક ને વિદ્યાથીઓ સાથે અને વાલીઓ સાથે સંવાદ કરીને સંવાદ ના સેતુ બનવાનું સૂચવ્યું હતું તેમજ શિક્ષક ના જીવન મા આવતા ચઢાવ ઉતાર અને મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી એના ઉપાય સૂચવ્યા હતાં.
આ કાર્યક્રમ મા વર્ષ 2023 મા નિવૃત્ત થયેલા 22 શીક્ષકો ને શાલ અને સન્માનપત્ર વડે સન્માનિત કરાયા હતા ઉપરાંત ગુજરાત માઘ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે નિમણુક પામેલા રુચિર દેસાઈ ને પણ સન્માનિત કરાયા હતાં.આ કાર્યક્રમમાં જિલ્લા ના 150 શિક્ષકો અને 22 નિવૃત્ત શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમ ના અંતે મહામંત્રી કાંતિ ચાવડા એ આભારવિધિ કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અરવિંદ ગામીતે કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM