JEE મેઈન્સમાં પી.પી સવાણી વિદ્યામંદિરનો ઉત્કૃષ્ટ દેખાવ,

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
વ્યારા કાટગઢ સ્થિત પી.પી સવાણી વિદ્યામંદિરના ધોરણ 12 સાયન્સ ના વિદ્યાર્થીઓએ JEE મેઈન્સમાં ખુબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી ખુબ સુંદર પરિણામ મેળવ્યું છે. જે અન્વયે શાળાના સાત વિદ્યાર્થીઓ એ ઉચ્ચ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. પી.પી. સવાણી વિદ્યામંદિરના ટ્રસ્ટીશ્રીઓએ તમામ વિદ્યાર્થીઓને પરિણામ બાબતે શુભકામનાઓ પાઠવી છે. શાળાના આચાર્યશ્રીઓનું માર્ગદર્શન તેમજ શાળાના શિક્ષકોની મહેનત તથા વિદ્યાર્થીઓ માટે ખાસ શૈક્ષણિક વર્ગોનું આયોજન અને CFE કોટા ના કોચિંગ થકી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. JEE Mains માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો તે વિદ્યાર્થીઓની નામ નીચે મુજબ છે. સ્નેહ અતુલભાઈ ગૌર,શાશ્વત અતુલભાઈ ગૌર,પર્વ તેજસભાઈ ચૌધરી,આયુષ અશ્વિનભાઈ ગામીત,ઓમ કાલે,વ્રજ મોહનભાઈ ગામીત,મિત અરૂણભાઈ ગામીત,શુભનય ચૌધરી તાપી જીલ્લામાં પી.પી. સવાણી વિદ્યામંદિર દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં બાળકો માટે વિશેષ અધ્યયન કાર્ય શાળા સતત કરતી રહી છે. જેનું ઉજ્જવળ પરિણામ શાળાના પ્રદર્શનમાં સતત જોવા મળી રહ્યું છે. જે તાપી જીલ્લા માટે ખુબ ગર્વની વાત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *