સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટ કલ્યાણાના હોદેદારોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત એ વિધાનસભા જોવાની વ્યવસ્થા ગોઠવી

રાજ્ય સરકારના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત એ તેમના સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના યુવાનોને વિધાનસભાની કાર્યપદ્વતિ અને ચાલુ સત્ર જોવા માટે સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી આનંદ ચૌહાણ ને માનનીય મંત્રીશ્રીના કાર્યાલયથી ટેલીફોનીક જાણ કરતા આજરોજ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના હોદેદારો અને કારોબારી સભ્યશ્રીઓએ ગાંધીનગર વિધાનસભામાં વિધાનસભાનું કાર્ય અને ચાલુ સત્ર જોવા ગયા હતા. સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના હોદેદારો અને કારોબારી સભ્યશ્રીઓએ વિધાનસભા પરિસરમાં આવેલ રાજ્ય સરકારશ્રીના વિવિધ મંત્રીશ્રીના કાર્યાલય જોયા હતા તેમજ વિધાનસભામાં ચાલી રહેલ ચાલુ સત્ર નિહાળી અભિભૂત થયા હતા. માનનીય મંત્રીશ્રીના કાર્યાલય દ્વારા સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના હોદેદારો અને કારોબારી સભ્યશ્રીઓને વિધાનસભા જોવાની તેમજ જમવાની ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. માનનીય મંત્રીશ્રીના મત વિસ્તારના છેવાડા ના કલ્યાણા ગામના સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના યુવા હોદેદારો અને કારોબારી સભ્યશ્રીઓને વિધાનસભા જોવાની તેમજ જમવાની ખુબ સુંદર વ્યવસ્થા કરવા બદલ રાજ્ય સરકારના ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ની શુભેચ્છા મુલાકાત લઈ સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના ઉત્સાહી પ્રમુખશ્રી આનંદ ચૌહાણ અને સભ્યોએ પટોળા નો ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા અને આગામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. સરસ્વતી તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી અરવિંદ પરમાર અને પાટણ નગરપાલિકાના એક્ટિવ કોર્પોરેટરશ્રી રાજેન્દ્રકુમાર હિરવાણીયા વિધાનસભા જોવા માટે સહકાર આપવા બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સદભાવ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી આનંદ ચૌહાણ, મહામંત્રીશ્રી કાનજીભાઈ ચૌહાણ, ખજાનચીશ્રી સુરેશભાઈ ચૌહાણ, સહમંત્રીશ્રી રમેશભાઈ ચૌહાણ તેમજ સંસ્થાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *