વિઠ્ઠલાપુર અને રામપુરા ખાતે અત્યાધુનિક એમ્બ્યુલન્સ અને દેત્રોજ મુકામે ICDS ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું

કાંઝ ગામે નવા સબ સેન્ટરનું ભૂમિ પુજન કરવામાં આવ્યું : કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા

અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર અને રામપુરા ખાતે અત્યાધુનિક એમ્બ્યુલન્સ અને દેત્રોજ મુકામે ICDS ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાંઝ ગામે નવા સબ સેન્ટરનું ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય હાર્દિક પટેલ, ચૂંટાયેલા પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

   વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, દેત્રોજ અને માંડલ તાલુકાને આરોગ્ય ક્ષેત્રે અનેક વિકાસના કામો મળ્યા.  દેત્રોજ તાલુકાના રામપુરા ખાતે રૂપિયા ૧૮.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક એમ્બ્યુલન્સ અને દેત્રોજ મુકામે રૂપિયા ૩૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ICDS ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કાંઝ ગામે રૂપિયા ૩૫ લાખના ખર્ચે નવું સબ સેન્ટરનું બનવાનું જેનું ભૂમિ પુજન કરવામાં આવ્યું. ત્યારબાદ માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામે પણ રૂપિયા ૧૮.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે વિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાએ વિશેષ હાજરી આપી હતી. ખુબ ટૂંકા ગાળામાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણે વિકાસના કામો થઇ રહ્યા છે‌.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *