શ્રી એમ કે શાહ (લાટીવાલા) સાયન્સ કોલેજ મોડાસામાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો

ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ કે શાહ (લાટીવાલા) સાયન્સ કોલેજ, મોડાસામાં વિવિધ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગી બનાવીને સ્ટોર લગાવ્યા હતા તેમજ બીજા વિદ્યાર્થીઓએ સ્ટોલમાં બનાવેલ વાનગીની મજા માણી હતી. સમગ્ર કાર્યક્રમમાં ડૉ. એસ.ડી.વેદિયા, કા.આચાર્ય દર્શનભાઈ પટેલનું માર્ગદર્શન યોજાયું હતું. મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર મોદી, પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહે ફૂડ ફેસ્ટિવલના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *