લોકસભા ચુંટણી અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાની મીડિયા કાર્યશાળા યોજાઇ

પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા શ્રી યમલ વ્યાસે મીડિયા વિભાગને લગતા વિવિધ વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.

આગામી લોકસભા ચુંટણી અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાની મીડિયા કાર્યશાળા પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય, સોલા ખાતે યોજાઇ ગઇ હતી જેમાં ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગના કન્વીનર ડો. બિમલ જોશી, હિતેશભાઈ પટેલ (પોચી), કલ્પભાઈ પટેલ તેમજ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, નારણપુરા, સાણંદ, ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જશ્રી અને સહ ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મીડિયા કાર્યશાળામાં પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવકતા શ્રી યમલભાઇ વ્યાસે મીડિયા વિભાગને લગતા વિવિધ વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપી મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસકાર્યો, જનકલ્યાણની પ્રજાલક્ષી યોજનાઓ અને દેશહિતના કાર્યોને પ્રભાવી રીતે જન જન સુધી પંહોચાડવા આહ્વાન કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM