હિંમતનગર વિધાનસભામાં આજરોજ હિંમતનગર મહિલા મોરચા દ્વારા “શક્તિ વંદન યાત્રા (રેલી)” નું આયોજન

ઇકબાલ મેમણ

હિંમતનગર વિધાનસભામાં આજરોજ હિંમતનગર મહિલા મોરચા દ્વારા “શક્તિ વંદન યાત્રા (રેલી)” નું આયોજન કરવામાં આવેલ. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ ની વિવિધ યોજનાઓ માટે ધન્યવાદ આપવા વિભિન્ન સમાજની અગ્રણી મહિલા શક્તિ, NGO, V.O, CLF, CRF, ભજન મંડળ ની બહેનો, ડોકટર, વકીલ, સેવાકીય, કવિયત્રી, રમત વીર, વિવિધ શ્રેણીની દરેક મહિલાઓને સાથે લઈ સરકારની “વિકસિત ભારત સંકલ્પ” હેઠળ કેન્દ્ર સરકારની મહિલા લક્ષી યોજનાઓ ના બેનર સાથે આપણે શક્તિ વંદન પથ રેલી નું આયોજન કરેલ.જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષા કૌશલ્યા કુંવરબા વરદ હસ્તે લીલી જંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જિલ્લા મહિલા મોરચા મહામંત્રી કાજલ બેન દોશી, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, નિર્મલાબેન પંચાલ,અરૂણાબેન કડિયા, ભાવનાબેન પંડયા,અર્ચનાબેન ભટ્ટ, બીનલબેન ભાવસાર, જનકીબા રહેવર, યતિની બેન મોદી,ચેતનાબેન કડિયા, નીરૂબેન, હંસાબેન તથા મહિલા મોરચાની બહેનો, નગરપાલિકા સદસ્ય બહેનો હાજર રહ્યા. નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય,ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી પણ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઇન્ચાર્જ જાનકી રાવલ દ્વારા કરવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *