વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના અંતર્ગત મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુરમાં ઉપસ્થિત રહી મહિલાઓને વિવિધ સહાય વિતરણ કર્યુ.

વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૧૩ હજાર થી વધુ સ્વ- સહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને ૨૫૦ કરોડથી વધુની સહાય કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત આજે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે સંતરામપુરમાં આવેલ આઝાદ મેદાન ખાતે ઉપસ્થિત રહી મહિલાઓને વિવિધ સહાય વિતરણ કર્યુ. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઇ, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *