“વિકસિત કલોલ વિકસિત ગાંધીનગર લોકસભા વિકસિત ગુજરાત – વિકાસ નાં કાર્યોનું ખાતમુહુર્ત

“વિકસિત કલોલ વિકસિત ગાંધીનગર લોકસભા વિકસિત ગુજરાત – વિકાસ નાં કાર્યોનું ખાતમુહુર્ત”

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા ના સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના સંસદીય મત વિસ્તાર ગાંધીનગર લોકસભામાં સમાવષ્ટિ કલોલ વિધાનસભામાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર દ્વારા કલોલ તાલુકાના વિવિધ ગામોને જોડતા નવીન રોડ નાં ખાતમુહર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યા. જેમાં
(૧) મોટી ભોયણ મુકામે મોટી ભોયણ થી સિંગલ ઇન્ડસ્ટ્રીઝ થી કારોલી ને જોડતા રોડ નું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. આ રોડના નવીનીકરણ નાં કામ અર્થે અંદાજીત રૂ. 1 કરોડ 76 લાખના 2.30 કિમી લાંબા રોડ નું નિર્માણ કરવામાં આવ્યું.

(૨) રાંચરડા મુકામે રાંચરડા થી રણછોડપૂરા સુધી નાં રોડનું અંદાજીત રૂ. 3 કરોડ 01લાખના ખર્ચે 3.60 કિમી લાંબા રોડનું નિર્માણ નું કાર્ય શરૂ કરવામાં આવ્યું.

(૩)સાંતેજ મુકામે નવીનરોડ સાંતેજ થી નાસમેદ સુધી નાં રોડનું અંદાજિત રૂ. 1 કરોડ 88 લાખના ખર્ચે 2.70 કિમી લાંબા રોડનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.

આ તમામ રોડ ના નિર્માણ કાર્ય માટે અંદાજીત રૂપિયા ૬.૬૫ કરોડનું ગ્રાન્ટ ફાળવવામાં આવી. તેમજ આ રોડ કુલ ૮.૬o કિલોમીટર નો બનશે.

આ ખાતમૂહુર્ત પ્રસંગે કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શકરાજી ઠાકોર તેમજ મોટી ભોયણ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભરતસિંહ સહિત, અમદાવાદ પૂર્વ લોકસભાના પ્રભારી શ્રી નૈલેશભાઈ શાહ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રામાજી ઠાકોર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કલોલ તાલુકા શ્રી જીતુભાઈ કોઠારી સહિતના આગેવાનો, હોદ્દેદાર શ્રીઓ અને કાર્યકર્તા શ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM