
આજરોજ તારીખ-૦૭/૦૩/૨૪ નાં રામવાડી મહુવા ખાતે શક્તિ મહિલા સંગઠન- મહુવા ની સાતમી વાર્ષિક સાધારણ સભા અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. ઉત્થાન સંસ્થા પ્રેરિત શક્તિ મહિલા સંગઠન છેલ્લા સાત વર્ષથી મહુવા તાલુકામાં કાર્યરત છે. શક્તિ મહિલા સંગઠનનો હેતુ મૂલ્ય આધારિત એવું સંગઠન બનાવવું કે બહેનો ની સામાજિક, આર્થિક, રાજકીય દરજ્જો માં બદલાવ આવે અને મહિલાઓ પોતાના હક્ક અને અધિકાર મેળવતા થાય.
“શક્તિ મહિલા સંગઠન” માં કુલ ૪૦ ગામોના ૩૧૨૭ મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓ ની સુરક્ષા અને સલામતી, આર્થિક સશક્તિકરણ, જમીન અને મિલકત માં હક્ક અને પાયાની જરૂરિયાતો સુધી પહોંચ જેવા મુદ્દાઓ પર ઘણા વર્ષો ની અસરકારક કામગીરી થકી આ સંગઠનોએ પોતાનું એક ઓળખ ઉભી કરી છે.
કાર્યક્રમ ક્રમ નો હેતુ આધારિત સંગઠનની વાર્ષિક રજૂઆત કરવામાં આવી તેમજ મહિલાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં મહુવા રેવન્યુ મામલતદાર સાહેબ શ્રી જયેશભાઈ મહેતા હસ્તે શક્તિ મહિલા સંગઠનના સ્વ-ભૂમિ કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવેલ હતું. તેમજ મહુવા ધારાસભ્યશ્રી શીવાભાઈ આ કાર્યક્રમમાં જોડાઈ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડેલ હતું તેમજ મહુવા યાર્ડ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ , કાનૂની સેવા સત્તા માંથી ક્લાર્ક શ્રી પંકજભાઈ ,સરકારી વકીલ શ્રી નરેન્દ્રભાઈ તેમજ રાજુભાઈ ,નોટરી એડવોકેટ શ્રી બિલ્કીસબેન પોલીસ સ્ટેશન મહિલા સહાયતા કેન્દ્ર માંથી રામુબેન તેમજ હેતલબેન ઉપસ્થિત રહી અને બહેનોને માર્ગદર્શન પૂરું પાડેલ હતું.
