








બારડોલી લોકસભાના સાસંદ પ્રભુભાઈ વસાવાએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામ ખાતે રેલવે ઓવરબ્રિજનું નિરીક્ષણ હતું. અને રેલ્વે તેમજ ગુજરાત સરકારના GSRDC વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી .આ સાથે રેલવેના અધિકારીઓ, અને ગુજરાત સરકારના GSRDC વિભાગના અધિકારીઓ આ ઓવર બ્રિજ નું ટેકનિકલ નિરીક્ષણ 1 અપ્રિલ થી 5 એપ્રિલ સુધી ઓવરબ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને 5 એપ્રિલ થી 10 એપ્રિલ સુધીમાં સ્વયંભુ લોકો દ્ધારા પ્રજા હિત માટે શરૂ કરવામાં આવશે.આ પ્રસંગે દસ્તાન ગામના સરપંચ નીતિન ભાઈ ઠાકોર, અને પલસાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ તેમજ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ મેઘાત ,મોહનભાઈ આહીર, તેમજ આગેવાનો ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા