મોડાસા અરવલ્લી: તા. ૧૬મી ના રોજ મોડાસા ની શાળા નંબર 3,4 અને નવી કોલીખડ ની શાળાઓ માં પ્રોફેસર મનોજભાઈ દ્વારા, ગવર્મેન્ટ કોજેંટ એકમ અંતર્ગત ગોવંશ અને પર્યાવરણ અને પ્રદૂષણ વિશે વિશેષ વ્યાખ્યાન સાથે ગ્લુકોઝ બિસ્કિટસ્ નું વિતરણ કરાયું.

શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી . સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા એ મોડાસા ની નવી કોલીખડ પ્રાઇમરી મોડાસા શાળાઓ ના બાળકો સાથે ” પંચ પ્રકલ્પ- કોજન્ટ” ના ઉપક્રમે ગોવંશ ની અગત્યતા તેમજ પ્રદૂષણ પર વ્યાખ્યાન આપ્યું અને પ્રશ્નોત્તરી કરી, શાળા ના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઈને જવાબો આપ્યા. બાળકો માટે સ્માર્ટ વ્યુબોર્ડ પર બાળવાર્તાઓ અને રામાયણ શ્રવણ પ્રસંગ બતાવાયા. ભૂલકાઓને તેમનાં દ્વારા 1100 થી વધુ પેકેટ્સ ગ્લુકો બિસ્કિટસ્ – પાર્લે જી નું વિતરણ કરવામાં આવ્યું. એમની સાથે અતુલભાઇ પ્રજાપતિ ની પ્રેરક ઉપસ્થિતિ રહી ને મદદ કરી.
માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં અઢીસોથી વધુ ચર્ચા સભા યોજી ને 19લાખ થી પણ વધુ ગ્લુકો બિસ્કિટસ્ નું સમર્પણ સેવા કરી છે. સર્વે સંસ્થા ઓ, મિત્રો નો ડૉ મનોજભાઈ આભાર વ્યક્ત કરે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *