સુરતના યુવાનોની નજરે મોદી સરકારની કામગીરી પર પ્રો. ડૉ. ચંદ્રેશ મહેતા દ્વારા રસપ્રદ સંશોધન કરવામાં આવ્યું.


પ્રો. ચંદ્રેશ મહેતા દ્વારા માય કન્ટ્રી ડેવલપમેન્ટ પ્લાન અન્વયે બી પોઝીટીવ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી સુરતના યુવાનોની દ્વષ્ટિએ મોદી સરકારની કામગીરી કેવી છે એ અંગે સંશોધન કરવામાં આવ્યું.
સુરત શહેરના 800 થી પણ વધુ યુવાનોના (મહિલા અને પુરુષોનું પ્રમાણ સરખું ) સર્વે અને પ્રશ્નાવલીને આધારે કરવામાં આવેલા સંશોધનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
1.51 ટકા યુવાનો મોદી સરકારની કામગીરીને ઉત્તમ ગણાવે છે, 17 ટકા યુવાનો ખૂબ સરસ, 20 ટકા યુવાનો સરસ , 4 ટકા યુવાનો નબળી અને 8 ટકા યુવાનો અતિ ખરાબ ગણાવે છે.

  1. 66 ટકા યુવાનો ભૂતકાળની તુલનામાં ભવિષ્ય વિશે વધુ આશાવાદી છે. 29 ટકા યુવાનો કંઇક અંશે આશાવાદી છે અને ફકત 5 ટકા યુવાનો આશાવાદી નથી.
  2. 87 ટકા યુવાનો વિશ્વમાં ભારતના વધતાં કદ વિશે માને છે કે અનેક ગણો સુધારો થયો છે. 8 ટકા યુવાનો એમ માને છે કે એમાં કોઈ ફેરફાર થયો નથી. ફકત 5 ટકા એમ માને છે કે એમાં થોડેક અંશે કામ બગડયું છે.
  3. મોદી સરકારની યોજનાઓ કે પગલાંઓની યુવાનો પર હકારાત્મક અસર થઈ છે.:
    a. 34 ટકા યુવાનો પર સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને 33 ટકા યુવાનો પર ડિજિટલ ઇન્ડિયા યોજનાઓએ હકારાત્મક અસર કરી છે.
    b. 10 ટકા યુવાનો પર રોજગાર મેળા ની હકારાત્મક અસર થઈ છે. ત્યારબાદ ક્રમઅનુસાર આયુષ્માન ભારત – પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, સ્કીલ ઇન્ડિયા મિશન, જન ધન યોજના, પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના જેવી યોજનાઓની યુવાનોના મન પર હકારાત્મક અસર થઈ છે.
    c. યુવાનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે.
  4. રોજગાર , સ્વ રોજગાર, શિક્ષણ, આરોગ્ય સામાજિક સમાનતા, સામાજિક ન્યાય , પર્યાવરણીય ચિંતાઓ , ઇન્ફ્રાસ્ટ્રકચર, બેંકિંગ અને ફાઇનાન્સ ,વિદેશી નીતિ, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અંગે યુવાનોએ સરકારની કામગીરી અંગે હકારાત્મક વાતો કરી અને સરકારની કામગીરી અંગે સંતુષ્ટિ વ્યકત કરી.
  5. 73 ટકા યુવાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્જન તેમજ પોષણક્ષમ હેલ્થકેર, 61 ટકા યુવાનો રોજગારીની તકો, 65 ટકા યુવાનો સ્વ-રોજગારની તકો, 67 ટકા યુવાનો ખેડૂત સમૃદ્ધિ, 54 ટકા યુવાનો ભ્રષ્ટાચાર મુક્ત સરકાર,77 ટકા યુવાનો રાષ્ટ્રીય સુરક્ષા, 82 ટકા યુવાનો ભારત ગૌરવ , 80 ટકા યુવાનો અર્થતંત્ર, 79 ટકા યુવાનો મહિલા સશક્તિકરણ,75 ટકા યુવાનો યુવા સશક્તિકરણ, 80 ટકા યુવાનો સ્વચ્છ ભારત, 68 ટકા યુવાનો કાયદો અને વ્યવસ્થા, 71 ટકા યુવાનો ગ્રામીણ વિકાસ , 78 ટકા યુવાનો શહેરી વિકાસમાં મોદી સરકારની કામગીરી થી સંતુષ્ટ છે.
  6. 66 ટકા યુવાનોએ નમો એપ ડાઉનલોડ કરી નથી. જે સૂચવે છે કે નમોએપ અંગે જન-જાગૃતિ જરૂરી છે.
  7. 87 ટકા યુવાનોએ ડીજી લોકર એપ ડાઉનલોડ કરી છે. ઉમંગ, ભીમ ,એમઆધાર જેવી અન્ય એપ અંગે યુવાનોમાંને ઓછી માહિતી છે.
    9.89 ટકા યુવાનોને લાગે છે કે મોદી સરકાર 2024માં ફરી વાર આવશે.
    10.93 ટકા યુવાનો માને છે કે ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.
    11.98 ટકા યુવાનોએ અખંડ ભારત માટે પ્રતિજ્ઞા લીધી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *