પ્રીતિબેન પાંડે નુ યોગ ટ્રેઈનર કોકિલાબેન વાળા તથા તેમની યોગ સાધક બહેનો દ્વારા વ્યારામાં ભવ્ય સ્વાગત

રાકેશ વાળા

પ્રીતિબેન પાંડે નુ યોગ ટ્રેઈનર કોકિલાબેન વાળા તથા તેમની યોગ સાધક બહેનો દ્વારા વ્યારામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, તથા તાપીના પત્રકાર મિત્રો દ્વારા મોમેન્ટ આપી પ્રીતિબેન નુ સન્માન કરવામાં આવ્યુ. કોકિલાબેન વાળા તેરાપંથ ભવન મહાવીર સોસાયટી તથા રામકબીર નગર એમ સવાર તથા સાજ બે બેચ યોગના ક્લાસ નિશુલ્ક ચલાવે છે. પ્રીતિબેન પાંડે સાઉથ ગુજરાતના યોગ કો-ઓર્ડીનેટર દ્વારા કોકિલાબેન વાળા ના યોગ ક્લાસ ની વિઝીટ કરવામા આવી હતી. પ્રીતિબેન પાંડે પોતાનો બાયોડેટા પત્રકારોને આપેલ

પ્રીતિબેન પાંડે તેમને અભ્યાસે બિઝનેસ ઇકોનોમિક્સ માં પોસ્ટ ગ્રેજ્યુએટ છે , હાલમાં ગુજરાત યોગ બોર્ડ ના દક્ષિણ ગુજરાત ઝોન કો-ઓર્ડીનેટર છે. અને યોગ ની વિવિધ ડિગ્રી ધરાવે છે. તેમની પાસે ચાર જિલ્લાઓ વલસાડ, નવસારી, તાપી અને ડાંગ ના પ્રભાર છે‌. એમના માર્ગદર્શનમાં દરેક જિલ્લાઓમાં ૧૦૦ થી ૧૫૦ ફ્રી યોગા ક્લાસીસ ચાલી રહી છે. તે ઉપરાંત પ્રીતિબેન પતંજલિ યોગ સમિતિ વલસાડના ૨૦૦૮ થી આજ સુધી જિલ્લા પ્રમુખ ની જવાબદારીઓ નિભાવે છે. એમના માર્ગદર્શનમાં પતંજલિ ની 75 ક્લાસીસ મહિલાઓ દ્વારા ફ્રીમાં ચલાવવામાં આવી રહી છે, અને આજ દિન સુધી લાખો લોકો સ્વાસ્થ્ય લાભ લઈ ચૂકેલા છે. તેમજ જિલ્લા મહિલા મોરચા ભારતીય જનતા પક્ષ માં ઉપાધ્યક્ષ છે અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષામાં મહિલા પાંખના ઉપાધ્યક્ષ છે. તે ઉપરાંત તેઓ પોતાનું NGO એક્ટિવ સોશિયલ ગ્રુપ તરીકે ચલાવે છે તેમાં સૌ જેટલા સભ્યો છે, તેના માધ્યમથી સામાજિક સેવાનું કામ કરે છે. કોરોના કાલ દરમિયાન સેવા કાર્ય માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમને સન્માનિત કરવામાં આવેલા હતા અને ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ કો-ઓર્ડીનેટર ના એવોર્ડ મળ્યા હતા . એમને મળેલી સિદ્ધિઓ નીચે મુજબ છે. ૧. વર્ષ 2017 માં યોગ ના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ નેહરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવેલ હતા. ૨. વિશ્વ યોગ દિવસ 2018 માં યોગની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ જિલ્લા વહીવટી તંત્ર વલસાડ તરફથી તે સમયના કલેક્ટરશ્રી સી.આર ખરસાન દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા. ૩. વર્ષ 2019 માં હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત રાજ્ય દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રમાણપત્ર આપવામાં આવેલ. ૪. વર્ષ 2019 માં Gynecologist and Obstetrician society, valsad દ્વારા સમાજમાં મહિલા સશક્તિકરણ કરવા બદલ સન્માનિત કરવામાં આવેલ હતા. ૫. વર્ષ 2021 માં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી માં સેવા બદલ એમને સન્માનિત કરવામાં આવેલ હતા. ૬. વર્ષ 2022માં ફરી એકવાર યોગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર વલસાડ દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ના અવસર પર માનનીય મંત્રીશ્રી નરેશભાઈ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. ૭. વર્ષ 2023 માં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા તેમને બેસ્ટ યોગ કોઓર્ડીનેટર ના એવાર થી સન્માનિત કરવામાં આવેલ હતા . ૮. આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી જીના જન્મદિવસ પર આખા પ્રદેશમાં 75 જગ્યાએ યોગ શિબિરો ન આયોજન કરવામાં આવેલ જેમાંડીનેટર
પ્રીતિબેન દ્વારા સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર વલસાડ ના કાર્યક્રમમાં આખા પ્રદેશમાં દ્વિતીય ક્રમે આવતા ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ગાંધીનગરમાં સન્માન કરવામાં આવેલ.
૯. હાલે 10 તારીખે નાડકર્ણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનમાં નારી શક્તિ એવોર્ડ થી પ્રીતિબેન પાંડેને એનાયત કરવામાં આવેલું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM