કૃષિ મહોત્સવબન્યો પ્રેરણાનું ઝરણું મોરબીમાં ‘‘ડ્રેગન ફ્રુટ’’ની ખેતીનો પાયો નાખ્યો

મોરબીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૨૬માં જુલાઈએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા કચ્છના ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી ડ્રેગન ફ્રુટની ખેતી કરતાં ખેડૂતો લાઇમલાઇટમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેગન ફ્રુટની ખેતી અંગે કરેલ વાતમાં ભલે મોરબી જિલ્લાનો ઉલ્લેખ ન હોય પરંતુ મોરબીમાં પણ કચ્છ જિલ્લાની માફક હવે ડ્રેગન ફ્રુટની ખેતીની શરૂઆત થઇ ચૂકી છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજ્જનપર ગામમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ સતીષભાઇએ રાજ્ય સરકાર દ્વારા યોજાતા કૃષિ મહોત્સવમાં ભાગ લઇને તેમાંથી પ્રેરણા લઇ ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનો વિચાર કરી મોરબી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સલાહ હેઠળ વર્ષ ૨૦૧૮ થી ડ્રેગન ફ્રુટની ખેતીની શરૂઆત કરી.

મોરબી જિલ્લો આમ તો ઓદ્યોગિક ક્ષેત્રે તો અગ્રેસર છે પરંતુ રાજ્ય સરકાર અને ખેતીવાડીને લગતા વિવિધ વિભાગોના પ્રયાસોથી હવે મોરબી ખેતી ક્ષેત્રે પણ અગ્રેસર જિલ્લો બની રહ્યો છે. પારંપરિક ખેતીના સ્થાને અહીંના ખેડૂતો આધુનિક સાધનોનો ઉપયોગ કરી પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી તરફ વળી રહ્યા છે.

મોરબીમાં અત્યાર સુધી ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનો કોઇને વિચાર આવ્યો નહોતો પરંતુ ટંકારા તાલુકાના સજ્જનપર ગામના રહેવાસી સતીષભાઈ ઘોડાસરાએ કૃષિ મહોત્સવમાંથી પ્રેરણા લઇને ડ્રેગન ફ્રુટની ખેતી કરવાનો વિચાર કર્યો.

ડ્રેગન ફ્રુટની ખેતીની શરૂઆત કરવાના વિચાર અંગે સતિષભાઇ ઘોડાસરા જણાવે છે કે, ડ્રેગન ફ્રુટની ખેતી માટે કચ્છ, બનાસકાંઠા, ભાવનગર, કાલાવાડ સુધી અનેક વખત ખેડૂતોની મુલાકાત લઇ જાત માહિતી મેળવીને આ નિર્ણય કર્યો હતો. એન્જીનીયરીંગ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલ આ યુવાને પરંપરાગત ખેતી કરવાને બદલે ખેતીના ક્ષેત્રે ક્રાંતિ લાવવા છેક હૈદરાબાદથી રોપા મંગાવીને ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી.

વધુમાં સતીષભાઈએ જણાવ્યું કે ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે આર.સી.સી.ના ૪૪૫ પોલ ઊભા કરીને ૧૭૮૦ જેટલા રોપાનું વાવેતર કરેલ છે. ડ્રેગન ફ્રુટની ખેતી માટે કોઇપણ પ્રકારના પેસ્ટીસાઇઝ કે રાસાયણીક દવાનો ઉપયોગ કર્યો નથી, ફક્ત પ્રાકૃતિક અને છાણીયા ખાતરનો ઉપયોગ કરીને માવજત કરેલ છે. વાવેતર કર્યા બાદ ૨વર્ષ બાદ ફળ આવે છે. પ્રથમ વર્ષે એક પોલે ૨કિલો પાક ઉતરે છે અને ૩ વર્ષ પછી ૪થી ૫કિલો ફળ મળે તેવી આશા છે. આ વખતે હજુ પ્રથમ ફાલ જ આવ્યો છે તેમ છતાં સારી આવક થઇ છે આવતા વર્ષોમાં આનાથી પણ વધુ ઉત્પાદન થશે ત્યારે ડ્રેગન ફ્રુટની ખેતી માટે કરેલ રોકાણ વ્યાજ સહિત પાછુ મળશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ડ્રેગન ફ્રુટના વેચાણ અંગે સતીષભાઇ જણાવે છે કે હાલે માર્કેટીંગ કરવાની જરૂર પડી નથી. જેને જરૂરિયાત હોય તેવા લોકો વાડીએ આવીને કે ફોન પર જ ઓર્ડર લખાવીને માલ લઇ જાય છે અને માલ પૂરો થઇ જાય છે. ફ્રુટ છોડમાંથી ઉતરે તે પહેલાં જ બુકીંગ થઇ જાય છે.

તો આ અંગે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ જણાવ્યું હતું કે મોરબીમાં ડ્રેગન ફ્રુટની ખેતી શરુ કરીને અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.ડ્રેગન ફ્રુટની સફળ ખેતીએ સાબિત કર્યું છે કે અહીનું હવામાન આ પાકને માફક આવે તેમ છે. અન્ય ખેડૂતો પણ હવે ડ્રેગન ફ્રુટ ખેતી તરફ વળશે અને સારી આવક મેળવી સદ્ધર બની શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોઇ પ્રગતિશીલ ખેડૂતને ડ્રેગનફ્રુટની ખેતી વિશે વધુ માહિતી મેળવવા સતીષભાઇ ઘોડાસરા (મો. ૯૯૭૯૦૨૭૭૯૦) પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.

ડ્રેગન ફ્રુટની વિશેષતાઃ

ડ્રેગન ફ્રુટ એક બારમાસી, ચડતા ત્રિકોણાકારની સાથે માવાવાળું(ફ્લેશી), વેલા પ્રકારનું કેક્ટસ પ્રજાતિનું ફ્ળપાક છે, જે વિશ્વભરમાં પ્રથમ, એક સજાવટી છોડ તરીકે અને પછી ફળપાક તરીકે માન્યતા પ્રાપ્ત કરેલ છે. તેના ફળ મોટાભાગની લીલા ભીંગડા અને નાના કાળા બીજ સાથે સફેદ કે લાલ રંગના ફ્લેશ(માવા) સાથે સંયુક્ત તેજસ્વી લાલ ત્વચા સાથે સુંદર અને સ્વાદિષ્ટ લાગે છે. ફૂલ તેથી પણ વધુ સુંદર છે કે જે ‘નોબલ વુમન’ અથવા ‘રાતરાણી’ તરીકેના હુલામણા નામે પણ ઓળખાય છે.

ડ્રેગનફ્રુટના ગુણોને જાણો….

  • ઉપરથી ઘણું ખરબચડુ દેખાનાર આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે.
  • કોલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટને ઘણું મજબુત બનાવે છે.
  • ફાઈબર બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે.
  • પાચનતંત્રને પણ મજબુત બનાવે છે.
  • એન્ટીઓક્સિડેન્ટની માત્રા વધુ પ્રમાણમાં હોઇ, કસમયે આવનાર ઘડપણને રોકે છે.
  • મધ ભેળવીને ફેસમાસ્ક બનાવી નિયમિત ચહેરા પર લગાવવાથી ત્વચાને લાભદાયી.
  • આહારમાં ડ્રેગનફ્રુટને સામેલ કરીને અર્થરાઈટિસથી બચી શકાય છે.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM