







ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના મતક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં રાંધેજા ખાતે ધારાસભ્ય રીટાબેન પટેલે ડોર ટુ ડોર પ્રચાર કરી શ્રી અમિતભાઈ શાહની પરિચય પત્રિકાનું વિતરણ કરી ઐતિહાસિક સરસાઇથી વિજય અપાવવા જનતાને અપીલ કરી હતી. ઘર ઘર સંપર્કના સંપૂર્ણ રાઉન્ડ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અપાર જનસમર્થન જોવા મળ્યું હતું. જનતા વિકસિત ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અબ કી બાર ૪૦૦ પારના સંકલ્પને સિદ્ધ કરવા આતુર છે. આ તકે મહાનગરના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નગરસેવકો, સ્થાનિક આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ ચુંટણી પ્રચારમાં જોડાયા હતાં. ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપા પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા સહિતના આગેવાનો, અગ્રણીશ્રીઓ કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સંપર્ક અભિયાનમાં જોડાઈ શ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં મહત્તમ મતદાન કરવા જનાતને અપીલ કરી રહ્યા છે.
