


સંગઠનના સુચારુ આયોજન અને સુદ્રઢ વ્યવસ્થા સાથે મહતમ મતદાન થકી કલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી શ્રી અમિતભાઈ શાહને વિક્રમી સરસાઇ અપાવવા કાર્યકર્તાઓને હાકલ કરતા શ્રી કે. સી. પટેલ

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના મતવિસ્તારમાં સમાવિષ્ટ કલોલ વિધાનસભાના સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓની ચૂંટણીલક્ષી કાર્યક્રમો અને ચાલી રહેલ પ્રચાર કાર્યોની સમીક્ષા બેઠક લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પ્રદેશના પૂર્વ મહામંત્રી શ્રી કે. સી. પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ ગઈ હતી જેમાં ક્લસ્ટર પ્રભારીશ્રીએ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આગામી ચુંટણીમાં સંગઠનના સુચારુ આયોજન અને સુદ્રઢ વ્યવસ્થા સાથે મહતમ મતદાન થકી કલોલ વિધાનસભા ક્ષેત્રમાંથી શ્રી અમિતભાઈ શાહને વિક્રમી સરસાઇ અપાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
આ તકે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, પ્રદેશના સહ પ્રવકતા અને કલોલ વિધાનસભાના પ્રભારી ડો. ઋત્વિજ પટેલ, ધારાસભ્ય બકાજી ઠાકોર, ઇન્ચાર્જ ગોવિંદભાઈ પટેલ સહિત સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, અગ્રણીશ્રીઓ, અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
