
માણિભદ્ર વીરની આરાધના કરનારાને તાત્કાલિકતેની ફળસૃષ્ટિ મળે છે.પૂજય નયશેખર વિજયજી
ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 ભક્તિ વિહારના પ્રાંગણે શ્રી ભક્તિ પાર્શ્વનાથ દાદા ની છત્રછાયા માં પોષી પૂર્ણિમા ના અમૃત સિદ્ધિ યોગે-ગુરૂપુષ્પ નક્ષત્ર યોગે અને ગજકેસરી શુભયોગમાં. શાશન રક્ષક શ્રી માણિભદ્ર વીરદાદા નો પાંચ કુંડી સહિત પૂજન-હવન યોજોયો.જેમાં જંગમરત્ન તીર્થ પ્રેરક, પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના દિવ્ય આશીર્વાદથી અને જ્યોતિષાચાર્ય ડો.પૂ.આ.શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મ.સા,પં.પ્ર ભક્તિરત્ન વિ.મ.સા,મુનિ હેમદર્શન વિ.મ.સા,મુનિ ભાગ્યચંદ્ર વિ મ.સા,મુનિ નયશેખર વિ. મ.સા,મુનિ ભક્તિદર્શન વિ. મ.સા,મુનિ શૌર્યશેખર વિ મ.સા આદિ થાણા તથા સાધ્વીજી ભગવંતો ની પાવનકારી નિશ્રામાં પૂજન-હવન યોજાયેલ.આ પૂજન- હવન નો લાભ ગુરૂ ભક્ત પરિવારે લીધેલ.આ પ્રસંગે વિધિવિધાન જીગરભાઈ શાહે કરાવેલ અને સંગીતકાર જીતુભાઇ નાયકે રમઝટ જમાવેલ.આ પૂજન-હવન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ.આ પ્રસંગે મામલતદાર, ટીડીઓ અને પીસી પ્રજાપતિ સ્કૂલના આચાર્ય અશોકભાઇ દવેનું સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ. આ પ્રસંગે જીજ્ઞાબેન શેઠ,પરેશભાઈ ગોહેલ,અતુલભાઈ શાહ,ચંદ્રકાન્તભાઈ ભંડારી, કુલીનભાઈ દેઢિયા,સંજયભાઈ પાંચાણી, જયેશભાઇ દોશી,સંદીપભાઈ શાહ,નિમેશભાઈ ગોગારી,સંયમ દોશી વિગેરે ઉપસ્થિત રહેલ.શ્રી માણિભદ્ર વીર દાદાના હવનમાં 108 મંત્રો સાથે આહુતિ આપવામાં આવેલ.જેમાં ચંદન-સુખડ ના લાકડા,ઘી વિગેરે ની આહુતિ આપવામાં આવેલ.આહુતિ બાદ મોટી શાંતિના પાઠ સાથે ગોળો હોમવામાં આવેલ.ત્યારબાદ આરતી વિગેરે થયેલ.આ પ્રસંગે ગુરૂ ભક્તોને શ્રી માણિભદ્ર વીર દાદા ની રક્ષા પોટલી બાંધી આશીર્વાદ આપવામાં આપેલ.માણિભદ્ર વીર દાદા નું મહિમા આજે દરેક વ્યક્તિ પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓ માં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે.આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજૂર અને પ્રત્યક્ષ છે.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે 45 રૂપિયા નું સંઘ પૂજન કરવામાં આવેલ.આ પ્રસંગે મુંબઇ,અમદાવાદ,કચ્છ,બનાસકાંઠા, ઉત્તર ગુજરાત,સાબરકાંઠા વિગેરેથી ભાવિકો પધારેલ.



