નડિયાદ ખાતે સરદારધામ યુવા સંગઠન આયોજિત મિશન – 2026 અંતર્ગત ભવ્ય યુવા સંવાદ – એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાતની સાક્ષરનગરીના આંગણે યુગ પુરુષ, લોહ પુરુષ અખંડ ભારતના શિલ્પી શ્રેષ્ઠ વ્યક્તિત્વ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ ભૂમિ નડિયાદ 01-06-2024 – શનિવારના રોજ નડિયાદ ખાતે સરદારધામ યુવા સંગઠન આયોજિત મિશન – 2026 અંતર્ગત ભવ્ય યુવા સંવાદ – એક સંકલ્પ સામાજિક ક્રાંતિ કી ઓર કાર્યક્રમ યોજાયો જેમાં 2500 થી વધારે લોકોએ હાજરી આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત સરદાર સાહેબના વંશજો શ્રી ભુપેન્દ્રભાઈ મનુભાઈ પટેલ અને સમીરભાઈ પ્રફુલભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સરદારધામ CEO સી.એલ. મીના સર દ્વારા GPSC / UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કેમ કરવી તેના અંગે માર્ગદર્શન આપ્યું. આણંદના સાંસદ શ્રી મીતેશભાઇ પટેલ (બકાભાઈ) દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમ દરમ્યાન અમુલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ – તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ તેમજ ડૉ વૈભવભાઈ પટેલ – સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા. સરદારધામ પ્રમુખસેવક શ્રી ગગજીભાઇ સુતરીયા દ્વારા સરદારધામ વિચાર, મિશન, વિઝન, ગોલ અને પાંચ લક્ષ્ય બિંદુઓ અને જુદા જુદા પ્રશ્નો અંગે યુવા સંવાદ કરવામાં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *