છોડ તમે વાવો, પાણી રેગ્યુલર મળતું રહે તેવી નવી નવી ડિઝાઇન અમે આપીશું તેમ નીલ અને વ્રીતિકા નુ સુત્ર છે.

    Plant નાના હોય ત્યારે 1.5 થી 2 વર્ષ તેને પાણીની અને care ની જરૂર પડે છે. અને ઘણીવાર આપણને બહારગામ જવાનું થાય ત્યારે કે રેગ્યુલર પાણી ના આપી શકીએ, તે માટે એક ડીવાઈસ બનાવેલ છે. 

    આ કુંડામાં 5 લીટર જેટલું પાણી સમાઈ સકે છે. બીજુ કુંડુ તેના પક્ષીઓ પાણી પી સકે અને 2.5 લીટર ની બે બોટલ છે. તેમા અમે 2 મહીના પહેલા ' R.O. વોટર વેસ્ટેજીસ ' નો Project કરેલો. તે રીતે R.O. નું વેસ્ટેજ પાણી પણ નાખી શકીએ અને બોટલ માં નીચે રૂ ની વાટ છે તે ધીરે ધીરે છોડને પાણી પણ મળતું રહેશે તો નીચે ત્રણ થી ચાર પ્લાન્ટ ડેવલપ થતા રહેશે.

    આ વર્ષે આપણે જાણીએ છીએ, ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર ચાલ્યો ગયો છે. ધરતીનાં તળમાંથી પાણી ઓછુ થવાનું પણ આ કારણ છે. એક વગર ના રહી શકાય તેવી ગર્મી વધવાનું કારણ વૃક્ષો ને કાપવાથી થયું છે. AC નાં કમ્પ્રેસર ની ગરમીથી પણ શહેર મા ગર્મી વધે છે.

    તો ચાલો આ પર્યાવરણ દિવસે વધુમાં વધું વૃક્ષો વાવીએ અને આવા ડીવાઈસથી અને અમારા મેજિક કુંડાથી છોડવાઓને વૃક્ષો બનાવીએ.

    વધુ વરસાદ આવે તે પહેલાં ' રેનવોટર હાર્વેસ્તિંગ ' ની સીસ્ટમ જો આપણા ઘરમાં નો હોય તો લગાવીએ.

   ' GIFT OF NATURE ' ડીવાઈસ સેટ 450 થી 500 Rs. માં બની જશે અને લાંબો સમય ચાલશે. અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉપયોગી થશે. તેને મોટા કુંડાઓમાં કે ફળિયામાં ત્રણ - ચાર છોડ વચ્ચે ગોઠવી શકાય.

   આ ડીવાઈસ ના પ્રદર્શન સમયે કપિલભાઈ જોષી અને રાહીલભાઇ રઘુવીર ફ્રેન્ડસ લેડીઝ ક્લબના ફાઉન્ડર જાગૃતિબેન ખીમાણી, જાણીતા વ્રાઇટર હીનાબેન ગોલેતર, પ્રકૃતિપ્રેમી રીટાબેન કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા.

    તા. 5 જૂન 2024 નાં વિશ્વ પર્યાવરણ દિવસે નીલ, વ્રીતીકા અને જાગૃતિબેન ખીમાણી દ્વારા એક ફ્રી રોપાવિતરણ નો પ્રોગ્રામ ગોઠવવાના છે. રોપાવિતરણ 

     નીલ અને વ્રીતીકા ની ' વોટર સેવીંગ પ્રોજેક્ટ ' ની કોઈપણ ડીઝાઈન નીચે આપેલા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી પરથી ફ્રી માં મળી જશે અને શુભેચ્છા આપવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો .

@water_saving_project_
@majik_kunda

Mo : +91 93160 79971

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *