રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વચ્ચેનો મુકાબલો

રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને યુવાઓના દિલમાં વસેલા, હસમુખા સ્વભાવના, કુશાગ્ર બુદ્ધિથી માઇક્રો પ્લાનિંગ ધરાવતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની લોકલાગણીથી તેમના ગામ લીલાખામા ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ડો.મનસુખભાઇ માંડવીયાને જંગી લીડ જોવા મળી છે. જેમા કુલ થયેલ મતદાન ૭૬૩ માંથી ભાજપને ૬૭૨ મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને માત્ર ૭૪ મત મળ્યા છે. જે મુજબ ભાજપને ૫૯૮ મતની લીડ મળી છે. બીજી તરફ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલીત વસોયાની સ્થિતિ એટલી ખરાબ જોવા મળી કે જેમા તેમના બુથથી લઈને વિધાનસભા માઈનસ જોવા મળી. તેમણે પોતાના બૂથમાં ૪૦૦ થી વધુ મત ગુમાવ્યાં તો ધોરાજી-ઉપલેટા વિધાનસભામા પણ ભાજપને ૧૬૦૦૦થી વધુની લિડ મળતાં લલિત વસોયા બુથ થી લઇને લોકસભા સુધી માઈનસ રહેલ. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ પોતાના બુથમા જંગી લીડ લઇને ભાજપ પાર્ટીનુ સૂત્ર ‘મેરા બુથ,સબસે મજબૂત’નુ સુત્ર સાર્થક કરી બતાવ્યુ હતું. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની યાદીમાં જણાવે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM