ટીટોઈ હોમગાર્ડઝ યુનિટના બે પુરુષ્ક સભ્યોના વારસદરોને ૧.૫૫ લેખે રૂ.૩.૧૦ લાખના બે ચેક ચેક અર્પણ કરાયા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા ખાતે જિલ્લા હોમગાર્ડની કચેરીએ ટીટોઈ હોમગાર્ડઝ યુનિટના બે પુરુષ્ક સભ્યોના વારસદરોને ૧.૫૫ લેખે રૂ.૩.૧૦ લાખના બે ચેક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ટીટોઈ હોમગાર્ડઝ યુનિટના સભ્ય સ્વ ઉપેન્દ્ર કેશાભાઈ પટેલના વિધવા પત્ની સુમિત્રાબેન પટેલને ૧.૫૫ લાખ અને સ્વ ધુળાજી વીરાજી તરારના વિધવા પત્ની ભીખીબેન તરારને ૧.૫૫ લાખ મળી કુલ મળી બન્નેને બે જુદા જુદા રૂ ૩.૧૦ લાખના ચેકોનું વિતરણ કરાયું હતું. મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા હોમગાર્ડ કચેરીએ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઈ ડી.પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કચેરીનો તમામ સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *