ભુજ નગરપાલિકા વોર્ડ નં .૧૦ ના ભાજપના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું દબદબાભેર ઉદઘાટન કરાયું

ભુજ નગરપાલિકા સામાન્ય ચુંટણી અંતર્ગત ગઈકાલ તા .૧૯ / ૨ / ૨૦૨૧ ના રોજ જંગી જનમેદનીની ઉપસ્થિતીમાં વોર્ડ નં .૧૦ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચુંટણી પ્રચાર મધ્યસ્થ કાર્યાલયનું કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ , રાજયમંત્રી વાસણભાઈ આહિર , જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ બાપાલાલભાઈ જાડેજા અને કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ ગોર દ્વારા દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતું . આ ઉદઘાટન સમારોહમાં વોર્ડ નં .૧૦ ના મતદાતાઓ ખૂબ બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ચુંટણી અગાઉ જ સમગ્ર વિસ્તાર ભાજપના રંગે રંગાઈ ગયું અને સ્પષ્ટ આગોતરું જન સમર્થન આપતું હોય એવો માહોલ વર્તાઈ રહ્યો હતો . કોમી એકતા અને ભાઈચારાના પ્રતિકરૂપ વોર્ડ નં .૧૦ ના હિન્દુ – મુસ્લિમ મતદાતાઓ પરસ્પર પ્રેમ અને અમનથી રહે છે અને આથી જ આ વોર્ડને કોમી એકતાની ઓળખ અને પ્રતિબધ્ધતાના પ્રતિકરૂપ વોર્ડ ગણવામાં આવે છે . આ વોર્ડના સીમાંકન હેઠળ આવતા આર.ટી.ઓ રીલોકેશન સાઈટ , હોસ્પિટલ રોડ વિસ્તાર , રામકૃષ્ણ કોલોની , ન્યૂ લોટસ કોલોની , બીપીન ભટ્ટ નગર , શ્રીજીનગર , સોનાલી પાર્ક , સોમૈયા પાર્ક , યોગેશ્વર ધામ , હિલચુ , હિરાણી નગર , શિવમ પાર્ક , કલાપૂર્ણમ નગર , સુર્યાનગર , મહાપ્રજ્ઞા નગર , ક્રિષ્ના પાર્ક , કેમ્પ ચાવડીથી મેન્ટલ હોસ્પિટલ સુધીનો સમગ્ર વિસ્તાર તેમજ જેષ્ઠાનગર સહિતના તમામ વિસ્તારોમાંથી સ્વયંભૂ રીતે મતદારો મોટી સંખ્યામાં ઉદઘાટન પ્રસંગે ઉમટયા હતા અને ભાજપના ઉમેદવારોને ખુલ્લું સમર્થન પાઠવીને સમગ્ર પેનલને જંગી બહુમતી સાથે વિજયી બનવા શુભેચ્છા પાઠવી હતી . આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , કોંગ્રેસના નેતાઓ ફકત ચુંટણીના સમયમાં જ પ્રજાને યાદ કરે છે . કચ્છ અને ભુજની શાણી પ્રજા કોંગ્રેસની આવી તકવાદી માનસીકતાને પૂર્ણપણે ઓળખી ચુકી છે અને આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પુનઃ એક વખત કોંગ્રેસના સુપડા સાફ કરી નાખશે એમાં કોઈ બે મત નથી . વધારામાં અધ્યક્ષશ્રીએ ગત ટર્મમાં વોર્ડ નં .૧૦ માં થયેલા વિકાસ કાર્યો પણ લેખાવ્યા હતા . રાજયમંત્રી વાસણભાઈ આહિરે આ પ્રસંગે જુના જનસંઘી સ્વ.રસીકભાઈ ઠકકરને ખાસ યાદ કરતા જણાવ્યું હતું કે , જેમણે પાર્ટી પાછળ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું હતું એવા રસીકભાઈનો પુત્ર ઘનશ્યામ ઠકકર જયારે વોર્ડ નં .૧૦ માંથી ચુંટણી લડી રહયો છે ત્યારે આગામી સમયમાં રાહુલ ગોર બાદ વોર્ડ નં .૧૦ ને ફરી એક વખત એક સક્ષમ નગરસેવક પ્રાપ્ત થશે . જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ બાપાલાલભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારોએ અનેક લોક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે . દિનદયાલજીના અંત્યોદયના સિધ્ધાંતને સાર્થક કરતી આવી તમામ યોજના છેવાડાના માનવીને સીધી રીતે સ્પર્શે છે અને લાભાન્વિત કરે છે . જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ રાહુલભાઈ ગોરે જણાવ્યું હતું કે , ગત પાંચ વર્ષમાં વોર્ડ નં .૧૦ ના રહેવાસીઓ તરફથી અમને ખૂબ જ પ્રેમ અને સહકાર પ્રાપ્ત થયો છે . આપના નગરસેવકો તરીકે અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો આ વિસ્તારના વિકાસ અને ઉત્થાન માટે કર્યા છે . વોર્ડ નં .૧૦ ના લગભગ તમામ વિસ્તારોમાં સી.સી. રોડ કે પેવર બ્લોકનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે . આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં જયાં જયાં જરૂર જણાય ત્યાં ગટર અને પાણીની નવી લાઈનો પાથરવામાં આવી છે . આમ આ વોર્ડના ત્રણેય નગરસેવકો કંધે કંધા મિલાવીને પાછલા પાંચ વર્ષમાં આ વિસ્તારના રહેવાસીઓની સુખાકારી વધે એ માટે એમનાથી બનતું બધું જ કરી ચુકયા છે . આ ઉપરાંત વોર્ડ નં .૧૦ ના ચારેય ઉમેદવારો ઘનશ્યામ આર . ઠકકર , કશ્યપભાઈ ગોર , રસીલાબેન પંડયા અને રેહાનાબેન નોડેએ પણ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં આગામી પાંચ વર્ષમાં આ વિસ્તારની માળખાકીય પાયાની સગવડોને વધુ સજજડ બનાવવાના કોલ આપ્યા હતા . આ પ્રસંગે ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલભાઈ શાહ , મહામંત્રી બાલકૃષ્ણભાઈ મોતા , વોર્ડ નં .૪ ના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ગોર , હનીફ ઈસ્માઈલભાઈ માંજોઠી , પૂર્વ નગરસેવકો ભરતભાઈ રાણા , જાનકીબેન ભટ , સતીષભાઈ શેઠીયા , ડો.મુકેશભાઈ ચંદે , હરેશભાઈ કતીરા , ભરતભાઈ ગોર , હિરાલાલભાઈ મહેતા , શાંતિભાઈ ગોર , દેવજીભાઈ લીંબાણી , જવાહરભાઈ મોતા , કુંદનભાઈ ખત્રી , દિપકભાઈ પરમાર , અનવરભાઈ નોડે , અલીમામદ નોડે , જુમાભાઈ નોડે , મંજુલાબેન પિત્રોડા , વાલુબેન બડગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગેશ ગોર , બિમલ ગોર , હિતેન ગોર , કપીલ ગોર , નીખીલ ગોર , અલ્પેશ જોષી , નવીનભાઈ ગોર , અમિતભાઈ જેઠી , કિરણભાઈ ભટ , હરીશભાઈ ભાટીયા , અઝીક નોડે ( લાલા ) , મંથન ગોર સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી .

અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *