આ વોર્ડ માં જ્ઞાતિ ના ભાગાકાર નહીં પણ એકતા ના વતાકાર થાય છે
તા.૨૦, માંડવી, સામાન્ય રીતે કોઈ પણ ચુંટણી માં જ્ઞાતિવાદ મહત્વ નો ભાગ ભજવે છે ત્યારે માંડવી વિસ્તાર મા આવેલ. વૉર્ડ નં. ૬ કે જેમાં બધી જ જ્ઞાતિઓ નો સમાવેશ થતો હોઈ છે.. અઢારે વર્ણ ના લોકો ની વચ્ચે વિકાસ અને એકતા ના દર્શન થાય છે આ વોર્ડના ચુંટણી કાર્યાલય નું ઉદઘાટન કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ,
આ પ્રસંગે માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઇ દવે અને પૂર્વ નગરપતિઓ શ્રી મેહુલ ભાઈ શાહ, શ્રી અરવિંદ ભાઈ ગોહિલ તેમજ શ્રી નરેન્દ્રભાઈ પીઠડીયા ની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું. સનિષ્ઠ અને પ્રજા વત્સલ ઉમેદવારો પૈકી શ્રી ગીતાબેન ગોર, શ્રી કાદર ભાઇ ઉઠાર,શ્રી મરીયમબેન રોહા અને શ્રી દિનેશભાઇ ગોસ્વામી એ મહેમાનો નું સન્માન કર્યું. કાર્યક્રમ નું સંચાલન મહંમદભાઇ ઘાંચી જ્યારે આભાર વ્યકત મેઘરાજ ભાઇ ગઢવી એ કર્યો હતો.કાર્યક્રમ ની રૂપરેખા પંકજભાઈ ગોરે બાંધી હતી.
આ પ્રસંગે વિશાળ જન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.કાર્યકરો મા અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અજય ખત્રી



