માંડવી મધ્યે વોર્ડ નંબર ૯ ના ચૂંટણી કાર્યાલયનું ” ઇ ” ઉદ્ઘાટન કરાયું

માંડવી તા. ૨૧ , જેમ જેમ મતદાન નો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ પ્રચાર નો માહૌલ પણ જામતો જાય છે.સ્વાભાવિક છે કે દરેક ઉમેદવારો ઇચ્છે કે પોતાના પક્ષ ના બેસ્ટ ઈન બેસ્ટ લોક પ્રતિનિધિઓ પોતાની સાથે પ્રચાર માં જોડાય , પરંતુ કચ્છ જિલ્લો વિસ્તાર ની દ્રષ્ટિ એ ખુબ જ મોટો હોઈ લોક પ્રતિનિધિઓ બધી જ જગ્યાએ પહોંચી શકે તેમ ન હોઈ આજરોજ માંડવી મધ્યે કચ્છ મા પ્રથમ વખત ” ઈ ” ચુંટણી કાર્યલય નું ઉદ્ઘાટન વોર્ડ નંબર ૯ માં માંડવી- મુંદ્રા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર કુલદીસિંહ જાડેજા વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

આ ઇ-ઉદ્ઘાટન પ્રસંગે મહામંત્રી કચ્છ જીલ્લા ભાજપ અનિરુદ્ધભાઈ દવે, પ્રમુખ માંડવી શહેર ભાજપ દેવાંગ ભાઈ દવે એ સાથ આપ્યો હતો. અતિથી વિશેષ તરીકે પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ,નરેન્દ્રભાઈ પીઠડીયા, ઉર્મિલાબેન પીઠડીયા રહ્યા હતા.લોકચાહના સાથે ચૂંટણી રૂપી આ પર્વ ને મનાવવા , આ વિસ્તાર ના લોકો વિકાસ સાથે ભાજપ ને સાથ આપી સહુ નો સાથે સહુ નો વિકાસ સાથેમાંડવી વોર્ડ નંબર ૯ ના ઉમેદવાર પારસ સંઘવી,પારસ માલમ, પૂજા નીલેશ મોતીવરસ , જીજ્ઞા વિપુલ હોદરવાળા ને વિજયી બનાવવા એક મેક સાથે કાર્યકરો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *