કલેકટર શ્રી ગાંધીનગરની અધ્યક્ષતામાં માર્ચ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ



ધારાસભ્યો, સાંસદ તથા વિવિધ જન પ્રતિનિધિઓના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીની સૂચના

“we are for the people”સૂત્ર સાથે પોતાની કામગીરી કરવા કલેકટર શ્રી ગાંધીનગરે અનુરોધ કર્યો

માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે જ નહીં પણ આપણા થકી સારામાં સારી કામગીરી કરી કોઈ અન્યને ઉપયોગી બની શકીએ તે રીતે લોકહિતનું કાર્ય કરવા ઉપસ્થિત અધિકારીઓ ને પ્રેરિત કરતા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે.દવેના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાની માર્ચ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટે ઉપસ્થિતોને આવકાર્યા હતા.
આ બેઠકમાં માણસાના ધારાસભ્યશ્રી જે .એસ પટેલ તથા કલોલ ના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપતા જણાવ્યું હતું કે, જયારે જયારે અરજદારો કે લોક પ્રતિનિધિઓ માહિતીની માંગણી કરે, સહાય માટે રજુઆત આવે ત્યારે સમયસર જે તે કચેરીઓ તેમને જવાબ આપે અને આ તમામ બાબતોનું અતિ ગંભીર રીતે પાલન કરવામાં આવે તેમ કલેકટર શ્રીએ અનુરોધ કર્યો હતો.

ઉપરાંત વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અંતર્ગત ભારતીય માનક બ્યુરો અમદાવાદ શાખા કાર્યાલય ના અધિકારીશ્રીઓ એ હાજર રહી ‘વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે’ અંગે ઉપસ્થિત સર્વ અધિકારીઓને વિશેષ માહિતી પૂરી પાડવા સાથે, ગ્રાહક સુરક્ષા અંગેના યોગ્ય સૂચનો પણ આવકાર્યા હતા.
આ સાથે જ જિલ્લા સંકલન સમિતિમાં યુ.જી.વી.સી.એલ દ્વારા ‘સૂર્ય ઘર યોજના’ અંગેની જાણકારી રજૂ કરવામાં આવી હતી, તથા આ અંગેની કાર્યવાહી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવા કલેક્ટરશ્રીએ ધારાસભ્ય સહિત જન પ્રતિનિધિઓને સાથે રાખી કાર્ય કરવા સૂચન પણ કર્યું હતું.

ઉપરાંત હીટ વેવ અંતર્ગત થયેલી કામગીરી અને સાવચેતીના પગલાં અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, સાથે જ વોટર લોગીંગ, ઘન પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, રોડ સેફ્ટી, ચાઇલ્ડ લેબર, આર એન બી વિભાગ દ્વારા થયેલી રોડ રસ્તાની કામગીરી, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય ક્ષેત્ર, તળાવ બ્યુટીફિકેશન વગેરેને લગતા પ્રશ્નોની તથા, જે તે વિભાગ દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરી સારી કામગીરી બદલ બિરદાવવા સાથે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જેમાં ચાઈલ્ડ લેબર પર વધુમાં વધુ સારી કામગીરી કરી જિલ્લામાં મજૂરી કરતા બાળકો શોધીને અભ્યાસ તરફ વાળવા અંગે પણ કલેક્ટરશ્રીએ ભાર મુકતા જણાવ્યું હતું કે માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે નહીં પણ આપણા થકી સારામાં સારી કામગીરી કરી કોઈ અન્યને ઉપયોગી બની શકીએ તે રીતે લોકહિતનું કાર્ય કરવા ઉપસ્થિત અધિકારીઓ ને પ્રેરિત કર્યા હતા. સાથે જ "we are for the people"સૂત્ર સાથે પોતાની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. 

કલેકટર શ્રી ગાંધીનગરની અધ્યક્ષતામાં મળેલી સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી, જે પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, એસ.પી શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, ધારાસભ્યશ્રી માણસા, જે એસ પટેલ, ધારાસભ્યશ્રી કલોલ લક્ષ્મણજી ઠાકોર સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM