
બિનરાસાયણીક ખેતિ અત્યંત આવશ્યક સંઘાણી
ગુણવતા, હવા, પોષક તત્વો, ઉપજ ક્ષમતા, રોગમૂકત પાક, જમીનની અસરકારક અદ્ભૂત ગુણધર્મ ધરાવતી ઓર્ગેનિક ખેતિ પ્રણાલી અત્યંત આવશ્યક ઉપયોગી
સહકારના માઘ્યમથી ભારત ખાતર ક્ષેત્રે આત્મનિર્ભર, હુંડીયામણનો બચાવ

દિનપ્રતિદિન બંજર બનતી દેશની વિશાળ ખેતિ અને ઉત્પાદનને હવે ઓર્ગેનિક તરફ વળવું ખબજ જરૂરી છે અને તે તરફ ખેડૂતો સાવધાનપૂર્વક જાગૃત બને તે ખુબજ જરૂરી હોવાનું બાજે ગાંધીનગર ખાતે ગુજકોમાસોલ અને એમ.એન.જી.,જોર્ડન ના સંયુક્ત ઉપક્રમે ખેતિપાકને કુદરતી પીઠબળ પુરૂ પાડતી ટેકનિકલ ખાતર પ્રક્રિયા થી જમીન ફળદ્રુપ બને છે, જમીનનું શુધ્ધીકરણ થાય છે, રાસાયણીક ખાતર કરતા સસ્તું, વાવેતર વધે છે, વાવેતર સમયમા ઘટાડો થાય છે તેમજ ઓછા સમયમાં બે પાક લઈ શકાય છે તેમ પરિસંવાદને સંબોધતા દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતું.
પ્રગતિશિલ ખેડૂતોની વિશાળ ઉપસ્થિતીમા સંઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતાની પહેલ કરી છે સાથોસાથ ઈન્ફ્રાસ્ટ્રકચર કામગીરીથી દેશની ખેતિ પ્રણાલીકા અસરકારક બનાવવા કેટલાક મહત્વપૂર્ણ ખાતર દેશની જરૂરીયાત, ઉત્પાદન અને વપરાશને ધ્યાને લઈ સંતુલીત ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામા સહીયારા પ્રયાસ અને સક્ષમ વ્યવસ્થાઓ સાથે પાકની ઉપજમા ઉણપ, પોષક તત્વોની ઓછી કાર્યક્ષમતા, માટીમા કાર્બનીક પદાર્થોની ઘટ, વિવિધ પોષક તત્વોની ખામી, ખેતિ લાયક જમીન અને પાણીની ઉપલબ્ધતામા ઘટાડા જેવા વિવિધ પાસાઓને અસર કરી ફળદ્રુપ જમીન અને ઉત્પાદન માટે અસરકારક, પાક અને પર્યાવરણને પણ સુરક્ષીત રાખતુ આ ટેકનોલોજી ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતાની પહેલ સમાન ગણાવી
કૃષિક્ષેત્રે સહકારી માળખાકીય યોજનાઓ અને ઉત્પાદનમા આગળ વઘવા તરફ ભાર મુકેલ.

ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, સામૂહિક ઉત્પાદન અને સામુહિક લાભાલાભ છેવાડાના કૃષિકારો સુઘી પહોચે તે ધ્યેય સાથે સહકાર કામગીરી કરી રહેલ છે. પ્રાકૃતિક ખેતિ પધ્ધતિઓ તેના ફાયદા, પ્રયોગો અંગે જણાવી જમીનને રસાયણ મૂકત કરવા પ્રાકૃતિક ખેત તરફના પ્રયાસો રોજગારી, ઉત્પાદન અને પુરક રોજગારી ‘ સહકાર થી સમૃધિ’ તરફ દોરી જતા હોવાનું જણાવી કૃષિ ખર્ચ ઘટાડતા અને વધુ ઉત્પાદન આપતી એમએનજી ઉત્પાદીત ખાતર ટેકનિકલ પધ્ધતિ અવલંબીત કરવા પરિસંવાદના અંતે જણાવેલ હતું
કાર્યક્રમમા સંઘાણી ઉપરાત ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીનભાઈ ગોતા, એમએનજી કંપનીના વૈજ્ઞાનિક ડો.વિકટર, સીઈઓ દિનેશભાઈ સુથાર, ભરતભાઈ પટેલ ગુજકોમાસોલના બોર્ડ ઓફ ડીરેકટર સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા