કડાણા તાલુકાના ભાઠીયા ખાતે શૂરવીર અગ્નિવીરો તથા તેમના પરિવારજનો નું ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું

કડાણા તાલુકાના ભાઠીયા ખાતે શૂરવીર અગ્નિવીરો તથા તેમના પરિવારજનો નું ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે સ્વાગત સન્માન કર્યું અને દેશસેવામાં સમર્પિત અગ્નિવીરો સાથે પ્રેરણાદાયી અને દેશ ભક્તિસભર સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી અને માનનીય ગૃહ મંત્રી શ્રી Amit Shah જીના નેતૃત્વ હેઠળ દેશની સેનાને વધુ સશક્ત બનાવવા અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે દેશના સૈન્ય જવાનોના સન્માન કરવાની ગૌરવભરી તક પ્રાપ્ત થઈ. માતૃભૂમિની રક્ષા માટે પોતાના સુપુત્રોને દેશસેવામાં સમર્પિત કરનાર તમામ વીર માતાઓને શત-શત નમન! અને ગોપી રામામંડળ મલેકપુર દ્વારા રામદેવજી મહારાજનું આખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ,પૂર્વ કડાણા મંડળ પ્રમુખશ્રી જયંતિભાઈ પટેલ, અંબાલાલ પટેલ,સચિન શાહ, કાર્યકર્તાઓ અને ગામજનો હાજર રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *